________________
અવંતીસુકમાલને જાતિસ્મરણગાન
૧૧
નિર્દય થયો કે દીક્ષા લઈ એક વાર પણ તે અમારું આંગણું પાવન ન કર્યું ! હે વત્સ ! આવા સંજોગમાં તારા વિજેગનું દુઃખ અમારા માટે એવું અસહા બન્યું છે કે મહેલ અને વૈભવ અમને અરણ્યવત્ શુન્ય લાગે છે.” આ પ્રમાણે વિલાપ કરતાં ભદ્રાશેઠાણું તથા કુળવધુઓને તે જ સ્મશાનમાં તે સમયે જે વૈરાગ્યની પ્રાપ્તિ થઈ, અને ભદ્રાશેઠાણ તથા કુળવધુઓ રુદન કરવાનું ત્યજી દઈ પ્રત્રજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય કરી ગૃહ ભણી પાછા વળ્યા.
બીજી બાજુએ અવન્તીના મહાજન અને આસજનેએ ચંદનના કાષ્ટાદિકથી અવન્તી. મુનિના મૃત્યુદેહને અગ્નિસંસ્કાર કરી, ભદ્રાશેઠાણના કુળને ધન્યવાદ આપે.
આ કાળે અવન્તીસુકુમાલની એક સ્ત્રી ગર્ભવતી હતી તેને ઘરમાં રાખી એકત્રીશ કુળવધુઓ સહિત ભદ્રાશેઠાણીએ ચારિત્ર અંગીકાર કર્યું અને આત્મકલ્યાણ સાધ્યું.
બીજી બાજુ મહેલમાં રહેલી સ્ત્રીને યોગ્ય સમયે પુત્ર પ્રાપ્ત થયે, જેનું મહાકાલ એવું નામ રાખવામાં આવ્યું.
આ મહાકાલે યુવાનવયમાં આવતાં જે સ્થળે તેના પિતાને સ્વર્ગવાસ થએલે ત્યાં મહાકાલ” નામે પ્રાસાદ બંધાવ્યું, અને પોતાના પિતાના નામથી અવન્તીપાશ્વ, નાથની પ્રતિમા બનાવી તે મંદિરમાં પ્રતિષ્ઠિત કરી.
આ અવન્તીપાનાથની પ્રતિમા અત્યંત પ્રભાવશાળી થઈ પડી, જેથી તેની પૂજા ચારે વર્ષોમાં થવા લાગી. કાળાંતરે અવન્તી અને મગધ સામ્રાજ્યમાં બ્રાહ્મણનું જોર વધી પડતાં બ્રાહ્મણોએ તે પ્રતિમાને ભેંયરામાં ભંડારી, તેની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કર્યું. મહાકાળેશ્વરની પ્રખ્યાતિ ચારે દિશામાં થઈ.
મહારાજા વિક્રમના સમયમાં શ્રી સિદ્ધસેન દિવાકર નામે પ્રભાવિક આચાર્ય થયા. તેમણે પિતાના જ્ઞાનના બળે મહાદેવજીના મંદિરમાં રહેલી આ પ્રભાવશાળી પ્રતિમાને જોઈ, અને ધાર્મિક પ્રભાવ બતાવવા અને શાસનનો પ્રભાવ વધારવા આ સૂરીશ્વરે શ્રી કલ્યાણમંદિર નામના સ્તોત્રની રચના કરી. હજારે લેક સમૂહ સમક્ષ આ સ્તંત્રને અગ્યારમો લેક ઉચ્ચારતાં જ શિવલિંગની જગ્યાએ ભેંયરામાંથી તે પ્રતિમા ઉપર આવી પ્રગટ થઈ અને આ અવન્તી પાર્શ્વનાથની મૂર્તિએ હજારો લોકોને દર્શન દીધાં.
આ ઐતિહાસિક ઘટના મહારાજા સંપ્રતિના સમકાળે બનેલ બનાવે સાથે અવન્તીના રાજ્ય ઇતિહાસ સાથે સંકળાએલ છે, કે જે ઈતિહાસની મહારાજા વિક્રમના સમયમાં થએલ મહાન આચાર્યોએ, શ્રી આર્યસુહસ્તી મહારાજના સમય દરમિયાન ખાસ દષ્ટિવાદ બનાવ તરીકે નેંધ લીધી છે.
આ પ્રતિમા ઉજજૈનમાં વર્તમાનકાળે પણ અત્યંત પ્રતિષ્ઠાને પાત્ર છે, એટલું જ નહિ પરંતુ આ પ્રતિમાનાં દર્શન કરતા મહારાજા સંપ્રતિનાં પ્રાચીન ઇતિહાસનું સ્મરણ થવા સાથે ઉપકારી ગુરુદેવ શ્રી આર્યસુહસ્તી મહારાજના ઉપકારની યાદ દીર્ઘ સમય પર્યત સ્મરણીય રહે છે,