________________
૩૧૦
સમ્રાટુ સંપ્રતિ કુટુંબે ધ્યાનસ્થ મુનિના બન્ને સાથળો ખલાસ કર્યા અને ત્રીજા પ્રહરની શરૂઆત થતાં આ માંસભૂખી અતૃત શિયાળણીનું કુટુંબ મુનિશ્રીના ઉદર સુધી પહોંચ્યું. શરીરને અતિ સુકોમળ જણાતો ઉદરનો ભાગ અને આંતરડાંઓ એવી રીતે તો ચાવી અને કરડી શિયાળણીએ પૂર્ણ કર્યા કે ખરેખર આ સમયે જે કોઈ બાહ્ય (સંસારી) વ્યક્તિ મુનિશ્રીના
ધ્યાનની પરીક્ષા કરનાર હોત તો તેની ખાત્રી થાત કે એક આત્મહિતાથી ધ્યાનસ્થ સાધુ આત્મકલ્યાણ અર્થે કઈ રીતે દેહદમન કરી ઉચ્ચગતિ પ્રાપ્ત કરી શકે છે તેમ જ એક મુનિ પરિપૂર્ણ ધર્મધ્યાને દેહની માયા વિસારી કેવી રીતે આત્મકલ્યાણ સાધી શકે છે. ધન્ય છે આવા યોગીશ્વરેની શુકલધ્યાનની પુરુષાથી દિવ્યશક્તિને!
આ પ્રમાણે રાત્રિને ચે પ્રહર થતાં સુધીમાં મુનિના કર્મબંધને તેડવામાં ઉપકારી બનેલી શિયાળણું ધ્યાનસ્થ મુનિના કાળજા પર્યન્ત પહોંચી. અને કાળજાને ભેગ લેવાતા શાંતિથી અખલિતપણે ધ્યાન ધરતાં મહાસવધારી તે મુનિને શુભધ્યાનપૂર્વક સ્વર્ગવાસ થયો. પરિણામે જે નલિની ગુમ વિમાનમાંથી તેઓ આવ્યા હતા ત્યાં દેવાંગનાઓ સાથે ક્રીડા કરવાને આ મુનિ દીક્ષાની પ્રથમ રાત્રિએ જ ચાલ્યા ગયા.
માતા ભદ્રા અને કુળવધુ કુમારને સૂરિશ્રી પાસે જતાં રોકી શક્યાં નહિ, કારણ કે સૂરિશ્રીને મુકામ પોતાની પૈષધશાળામાં જ હતો. શેઠાણીના મનને ખાત્રી હતી કે સૂરિશ્રી જરૂર મારા પુત્રને સમજાવી શાંત કરશે અને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિવાળા મારા સંસ્કારી સુકોમળ પુત્રને મહારાજા સંપ્રતિની માફક ગૃહસંસારી રહેવા દઈ જરૂર તેના માર્ગદર્શક બનશે. શેઠાણીએ પુત્રવધુઓને શાંતિ આપી અને વહુઓ પિતાના રંગમહેલમાં ગઈ. શેઠાણીએ અહોરાત્રે જાગરણ કીધું અને પુત્રની રાહ જોઈ.
તે જ પ્રમાણે પુત્રવધુઓએ પણ પતિની રાહ જોઈ છતાં કુમારનું દર્શન કોઈને થયું નહિ, એટલે પ્રભાત થતાં માતા ભદ્રા પિતાની પુત્રવધુઓ સાથે ગુરુને વંદન કરવા પિષધશાળામાં આવી. ત્યાં પણ પિતાના પુત્રને જે નહિ, તેથી તેમણે સૂરીશ્વરને પૂછયું કે-“હે ભગવંત! મારો અવન્તીસુકુમાલ કયાં છે?”
સુરિશ્રીએ તરત જ જ્ઞાનને ઉપગ મૂકે અને જ્ઞાનના બળે મુનિના વૃત્તાંતને સમજી તેમણે શેઠાણને કહ્યું કે “હે દેવી! તમારો પુત્ર જ્યાંથી આવ્યું હતું ત્યાં જ તે દેવપણે ઉત્પન્ન થયે છે.” આટલું કહી તેમણે અવન્તીમુનિ સંબંધી ગતરાત્રિએ બનેલી હકીક્તને કહી સંભળાવી અને ધર્મોપદેશ આપી સૌને શાંતિ પમાડી.
પછી ભદ્રા શેઠાણ પુત્રવધુઓ સહિત કંથારિકા વનમાં આવી અને પુત્રના કલેવરને જોઈ અશ્રુ પાડતી શેઠાણી, પુત્રવધુ સહિત વિલાપ કરવા લાગી. તેણીએ વિલાપ કરતાં કહ્યું કે “અમો સમજતાં હતાં કે ચારિત્ર્યની ભાવનામાં ચડેલ હે પુત્ર! તું દીક્ષા લેશે એટલે તારા ચારિત્રમાં અંતરાયરૂપ થવા અમે તારી પાછળ ન આવ્યાં. અરે વત્સ !તું એવો તે કેમ