SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અવ'તીસુકુમાલને જાતિસ્મરણુજ્ઞાન ૩૦૯ બધા કરુણાજનક થઈ પડ્યા કે ત્યાં હાજર રહેલ દરેક વ્યક્તિની ચક્ષુમાંથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યા. માતાની રજા મેળવવા પુત્રે અનેક જાતના પ્રયત્ના કર્યાં, અનેક રીતે માતાને સમજાવી; છતાં પુત્રપ્રેમી માતા પેાતાની નજર સામે રહેલી દેવાંગના તુલ્ય વહુઓને જોઇ વિચારમગ્ન ખની ગઈ કે તેણીનું શું કરવું? ખીજી બાજુ તેની સ્ત્રીઓએ પણ અવતીસુકુમાલને વિનવવામાં કચાશ ન રાખી. ન જ્યારે માતા અને સ્ત્રીઓ સાથે સ્વકુટુંબની રાના યાગ કોઇપણ એટલે આ ત્યાગી કુમારે પેાતાના કુટુંબની દેખતાં જ પેાતાના હાથે જ બાદ તે જ વેષે સૂરિશ્રી પાસે આવી તેણે પચમહાવ્રત અંગીકાર કર્યાં (દીક્ષા લીધી ). હિસાબે ન દેખાયા, કેશના લેાચ કર્યાં. દીક્ષા લીધા ખાદ ગુરુદેવને અવન્તીસુકુમાલે કહ્યું કે હે ભગવંત ! ચિરકાલ પત હું વ્રત પાળવાને સર્વથા અસમર્થ છું, માટે મારે નલિનીશુક્ષ્મ વિમાનની પ્રાપ્તિ અર્થે કઇ રીતે ઉગ્ર તપશ્ચર્યા કરવી તે મને સત્વર બતાવેા. ” ' વત્સ ! અવન્તીનગરીના કથારિકા નામના વનમાં આવેલી સ્મશાનભૂમિમાં તું જા. ત્યાં અનશનવ્રત અંગીકાર કરી ધ્યાનમાં મગ્ન રહીશ એટલે તારી મનેાકામના પૂર્ણ થશે. ” ગુરુએ જ્ઞાનના ઉપયાગ કરી, તેનુ ભાવી સમજી, તેને આ પ્રમાણે અનુજ્ઞા આપી. ગુરુની રજા મેળવી “ અવન્તીમુનિ ” અનશન વ્રતની ઉગ્ર તપશ્ચર્યા માટે કથારિકાવનની સ્મશાનભૂમિ તરફ ચાલી નીકળ્યા. શરીર અતિસુકેામળ હતું અને જેના પગે કદાપિ કાળે કાંકરાના સ્પર્શ પણ થયા ન હતા એવા આ સુકુમાર મુનિના પગમાંથી રસ્તે ચાલતાં કાંકરાના સ્પર્શીથી રુધિર નીકળવા લાગ્યું. છતાં તેની દરકાર ન કરતાં સ્મશાનની મધ્યમાં આવી, કાયાત્સગ મુદ્રાએ ધ્યાનસ્થ થયા અને અનશન સ્વીકારી કાયાને વાસરાવી દીધી. માર્ગમાં મુનિના ચરણમાંથી ટપકેલ રુધિરધારાની ગંધ સ્મશાનમાં રહેલી એક ભૂખી અને તરતની વીંઆયેલી શિયાળણીને આવી. પાતાનાં ખાળા સાથે માર્ગમાં પડેલી રુધિરધારાઓને ચાટતી ચાટતીયમની બહેન સમી તે શિયાળણી ખચ્ચાં સહિત રુધિરભ્યાસ મુનિના ચરણને ચાટવા-ખાવા લાગી. રાત્રિના પ્રથમ અને ખીજા પ્રહર સુધીમાં આ રુધિરભક્ષિણી શિયાળણીએ મુનિના બે પગેાનુ ધીમે ધીમે ભક્ષણ કર્યું” અર્થાત્ તેણી ખન્ને પગ ઉપરનું માંસ અને રુધિર ખાઈ ગઈ અને મુનિના પગાનાં ખાલી હાડકાંઓ રહેવા દીધાં. અવતીસુકુમાલ તા ધ્યાનમગ્ન જ હતા. અતિશય વેદના થવા છતાં સંસારસ્વરૂપ વિચારતાં તેઓ ધર્મધ્યાનની શ્રેણીએ ચડવા લાગ્યા. પેાતાના દેહ પ્રત્યેની મમતા પણુ તેઓએ ત્યજી દીધી હતી. આ પ્રમાણે પોતાના કુટુંબ સહિત આહારમાં મગ્ન થયેલી શિયાળણી અને તેના
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy