________________
સન્નાર્ સંપતિ. શત્રુંજય-ઉદ્ધાર સંબંધમાં પ્રાચીન પ્રમાણે –
શત્રુંજય તીર્થના ઉદ્ધારને અંગે શ્રી શત્રુંજય કપમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળી આવે છે –
સંપ-વિક–જાદા -પાર્જિત-સત્તાવારં
जं उद्धरिहंति तयं सिरिसतुंजयं महातीत्थं ॥ ભાવાર્થ–સંપ્રતિ, વિક્રમ, બાહડ, પાદલિપ્તસૂરિ પ્રતિબંધિત રાજા આમ, પછી દત્ત અને શાતવાહન વિગેરે ઘણા રાજાઓએ મહાતીર્થ શત્રુંજયને કલિકાલમાં ઉદ્ધાર કરાવ્યો હતે.
આને લગતે ફેટે અમોએ રજૂ કર્યો છે જેમાં શત્રુંજય ઉપર સંપ્રતિ મહારાજાએ બંધાવેલ પ્રાચીન મંદિર જેવા લાયક છે.
તેવી જ રીતે “નાભિનંદન જીર્ણોદ્ધાર” ગ્રંથના તૃતીય પ્રસ્તાવના પૃષ્ઠ ૧૧૧ માં નીચેનું વાક્ય ઉપરના ભાવાર્થને લગતું મળી આવે છે.
तथाऽत्र वीरनिर्वाणान सम्प्रतिनरिनायकः।
विक्रम-पादलिप्ताऽऽमदत्ताः श्रीशातवाहनः ॥ २०० ॥ ભાવાર્થ –વીર પ્રભુના નિર્વાણ પછી સંપ્રતિ નામના રાજા, વિક્રમ, પાદલિપ્તસૂરિના ઉપદેશથી આમ નામના રાજા, દત્ત અને શાલિવાહન વિગેરે રાજાઓએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્યા હતા.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિ અવન્તીથી છેક ગિરનાર અને શત્રુંજયનાં તીર્થોની યાત્રા કરી, મારવાડમાં આવેલાં પ્રાચીન તીર્થોનાં દર્શનાર્થે ગયાં. મારવાડમાં અનેક સ્થળોએ નૂતન જૈન મંદિરો બંધાવી આપ્યાં તેમ જ પ્રાચીન જૈન મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો.
શ્રી જૈનમત પતાકા” નામના ગ્રંથમાં “ તવારિખે જૈન તીર્થ” નામના પ્રકરણમાં તીર્થ શ્રી શત્રુંજયના અંગે વર્ણન કરતા સ્વ. શ્રી. શાંતિવિજયજી મહારાજ જણાવે છે કે –“શ્રી ચામુખજીની ટુંકમાં રાજા સંપ્રતિનું બનાવેલ મંદિર બધાથી પુરાણું છે.” આ ચામુખજીની ટુંક ઊંચામાં ઊંચી છે અને તે શત્રુંજયની યાત્રા કરતાં સૌથી પ્રથમ દેખાય છે તેમ જ ઘણે જ દૂરથી નજરે પડે છે.
તવારિખે ગિરનારમાં શ્રી શાંતિવિજયજી મહારાજ જણાવે છે કે –
શ્રી વસ્તુપાલ તેજપાલની ટુંકની પાસે ઉમદા શિલ્પ કારીગરીવાળું, સંગીન પત્થરોનું બનાવેલ સમવસરણના આકારવાળું, જેની ચારે તરફ સીડીઓ છે એવું, સુંદર આકર્ષિત ચામુખજીની ચાર પ્રતિમાઓવાળું મંદિર છે. તેના સમવસરણને આકાર અસલ પ્રાચીનતા નજર સામે ખડી કરે છે. આ મંદિરની ડાબી બાજુમાં મેરુપર્વતને આકાર પણ