________________
૩૦૭
મહારાજા સપ્રતિની તીથૈયાત્રા તી જર્ણોદ્ધાર રીપેરકામ મહારાજા અશોકે પિતાની સૈારાષ્ટ્રની તીર્થયાત્રા સમયે હાથ ધર્યું હતું. ત્યારબાદ મહારાજા સંપ્રતિએ તેનું બાંધકામ સુંદર રીતે સુધારી નામના અમર કરી.
ગિરનારની તળેટી નજદિક તથા જુનાગઢમાં સાધુ-સંતો માટે મહારાજાએ અનેક સ્થળોએ રાજ્ય તરફથી ધર્મશાળાઓ, કૂવાઓ, અન્નક્ષેત્રે તથા ભેજનાલયે ખુલ્લાં મૂક્યાં.
મહારાજાએ ગિરનારની તળેટી નજદિક પિતાની યાત્રાની યાદગીરી નિમિત્તે જીવરક્ષાને લગત સ્તૂપ ઊભો કર્યો.
મહારાજા અશોક આ કાળે મગધાધિપતિ સમ્રાટ તરીકે વિદ્યમાન હતા અને પોતે તેને પત્ર હોવાના અંગે મર્યવંશની કીર્તિ અને યશને અધિકાર પિતાના દાદાને ફાળે જેવો જોઈએ એવી મહારાજા સંપ્રતિની આજ્ઞાંકિત પત્ર તરીકેની માન્યતા હતી. સબબ અશેક ઊર્ફે પિતામહે પિતાની દશ માસની અલ્પ વયમાં જ પિતાને અવન્તીની રાજ્યગાદી અર્પણ કરી હતી, એટલું જ નહિ પણ રાજ્યના હક્કદાર અનેક રાજ્યપુત્ર વિદ્યમાન હોવા છતાં મગધ સામ્રાજ્યના યુવરાજ તરીકે પોતાને સામ્રાજ્યને વારસ બનાવ્યા હતા. તેના ઉપકારના બદલામાં પોતાના પિતામહની મર્ય સમ્રાટ અશોકની કીર્તિ અમર રહે તેવી જ ઈચ્છા પિતે રાખતા હતા. મર્યવંશી આજ્ઞાંકિત રાજ્ય પુત્ર તરીકે તે પોતાની ફરજ પણ તેવી જ સમજતો હતો. એટલે પોતે (મહારાજા સંપ્રતિએ)પિતાની તીર્થયાત્રાની અમર નામના તરીકે કરેલ ઐતિહાસિક કાર્યો પિતાના ઉપકારી પિતામહ અશકના જ ફાળે સેંધાવ્યા અને જે જે શિલાલેખો કેતરાવ્યા તે બધામાં તેણે સમ્રાટ અશોકનું જ નામ કતરાવ્યું. આ ઉપરથી પ્રજાએ મહારાજા સંપ્રતિને જૈન અશોક ઊર્ફે દ્વિતીય અશોકને નામે સંબેધવું શરૂ કર્યું.
મહારાજા સંપ્રતિના રાજ્યામલ બાદ લગભગ દશ વર્ષ ઉપરાંત મહારાજા અશોક મગધની રાજગાદી ઉપર ભારતના સમ્રાટ તરીકે વિદ્યમાન હતા, અને આ કાળે સાધુ સમાગમમાં તેઓનું જીવન એટલું બધું તે ધમી અને પ્રજાકલ્યાણનાં કાર્યોમાં ઓતપ્રોત થયું હતું કે તેમણે આ તીર્થયાત્રામાં મૌર્યવંશી કીર્તિને સુંદર રીતે વધારવા આચાર્યદેવ શ્રી આર્યસુહસ્તિ મહારાજ અને ચતુર્વિધ સંઘની સલાહ અનુસારે દરેક જાતનાં ધાર્મિક કાર્યો કરવા સમ્રા સંપ્રતિને સલાહ, સહાયતા તેમ જ સંમતિ આપી હતી.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ જુનાગઢ અને ગિરનાર પર્વત પર સુંદર જિનાલય બંધાવી ત્યાંથી શત્રુંજય તરફ પ્રયાણ કર્યું અને ત્યાં પણ સુંદર ભાવપૂર્વક યાત્રા કરી શત્રુંજય ઉપર ખાસ એક ટંક બંધાવી, તેમજ એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવી અઢળક લક્ષમીને વ્યય કર્યો.