________________
મહારાજા સપ્રતિની તીર્થયાત્રા : તીર્થોને જીર્ણોદ્ધાર
૩૦૫ સુંદર રીતે કોતરેલો છે કે જે જોતાં મેરુપર્વતની યાદી દષ્ટિગોચર થાય છે. આ બધામાં રાજા સંપ્રતિની ટુંકવાળું મંદિર ઘણું જ ઉમદા કારીગીરીવાળું વિદ્યમાન છે, જેને નિહાળતાં પ્રાચીન જમાનાની યાદ આવે છે. આ મંદિરમાં મૂળનાયક તરીકે શ્રી નેમિનાથજીની સ્યામ—રંગી અઢી ફુટ ઊંચાઈની મૂર્તિ તખ્તનશીન થએલ છે.
“મુકે મારવાડની પંચતીથીનું વર્ણન કરતાં શ્રી વરકાણુમાં આવેલ સંપ્રતિ મહારાજે બનાવેલ પ્રાચીન મંદિરની નેંધ આપેલ છે. મારવાડમાં આવેલ રાણી સ્ટેશનથી વીસ માઈલ દૂર વકાણા નામે પ્રસિદ્ધ તીર્થ છે. તેની નજદિક અઢી કોસ ઉપર નાડોલ નામનું પંચતીથીની યાત્રાનું બીજું તીર્થસ્થાન છે, જ્યાં શ્રાવકની આબાદી સારી છે. અહીં તીર્થકર પદ્મપ્રભુનું પ્રાચીન શિખરબંધ મંદિર વિદ્યમાન છે કે જે મંદિર તથા તેમાંની પદ્મપ્રભુની મૂર્તિ મહારાજા સંપ્રતિની બનાવેલ છે. નાડોલમાં ધર્મશાળા વિગેરેને પ્રબંધ ઘણે જ સુંદર છે. રાણકપુરમાં સંપ્રતિ મંદિર–
રાણકપુર નજદિક સાદડી નામે શહેર આવે છે. અહિં શ્રાવકની આબાદી ઘણી જ સરસ છે. અહીં એક આલીશાન જૈન શ્વેતાંબર મંદિર વિદ્યમાન છે, જેમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુની દેઢ હાથ ઊંચી પ્રતિમા તખ્તનશીન થએલ છે. જો કે પ્રતિમા ઉપર લેખ નથી; પરંતુ તે પ્રતિમા સંપ્રતિ રાજાએ બનાવેલ પ્રાચીન મૂર્તિઓની નિશાની ઉપરથી તેમની જ હોવાની સાબિત થાય છે.
આ પ્રમાણે મહારાજા સંપ્રતિએ મારવાડની પંચતીથની યાત્રાનાં સ્થળોએ બનાવેલ મંદિરોની દષ્ટિગોચર થતી નોંધ ઉપરથી સાબિત થાય છે કે મહારાજા સંપ્રતિએ ગિરનાર અને શત્રુંજયની યાત્રા કર્યા બાદ મારવાડ પંચતીથીનાં દર્શન કરી, ત્યાંથી ગુજરાત તરફ થઈ, ત્યાંના સંઘોને સંતોષી, જિનમંદિરોનાં દર્શન કરી તેઓ અવન્તી તરફ પાછા ફર્યા હતા.