________________
પ્રકરણ ૬ હું.
મહારાજા સંપ્રતિની તીર્થયાત્રા તીર્થોને જીર્ણોદ્ધાર, મહારાજા સંપ્રતિને જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી તેને ધાર્મિક કાર્યો કરવા માટે સાનુકૂળતાભર્યા સંજોગે ઉપલબ્ધ થયા.
મહારાજ શ્રી આર્ય સુહસ્તિસૂરીશ્વરજીને પ્રથમ સમાગમે જ મહારાજા સંપ્રતિ જૈનધર્માનુરાગી બન્યા અને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારપછી મહારાજા સંપ્રતિ પ્રતિદિન શ્રી આર્યસુહસ્તિસૂરિના સમાગમમાં આવતા, અને પિતે કઈ રીતે ધાર્મિક કાર્યોથી શાસન-સેવા કરી શકે તે માટે અવારનવાર તેમની સલાહ લેતા.
એક સમયે મહારાજાએ સૂરીશ્વરને કહ્યું કે-“હે સૂરીશ્વરજી! આપ જ મારા ધર્મ પિતા, નાથ અને માતા છે તેમ જ તમને મારા તારક છે. આપે કહેલ સામાયિક કરવા પ્રત્યે હું ઘણે આકર્ષાઉં છું છતાં તે માટે અસમર્થ બન્યો છું, માટે મારે લાયક અન્ય કાંઈ ધર્મકાર્યો ફરમાવે. પછી ગુરુએ એને શ્રાવકધર્મ સમજાવ્યું. મહારાજાની સંઘસહિત તીર્થયાત્રા – .
આ સમયે રાજ્યમાતાની એવી ઈચ્છા થઈ કે જે મહારાજા તીર્થયાત્રાએ નીકળે તે જરૂર તેથી દરેક ગામમાં પ્રાચીન જીર્ણતીર્થો અને મંદિરને ઉદ્ધાર થાય અને જ્યાં
જ્યાં નવાં મંદિરની જરૂરિયાત હોય ત્યાં તે બનાવાય-એ રીતે તીર્થયાત્રા શાસનસેવાર્થે અતિ મહત્વતાભરી થઈ પડે. ધમી માતાએ પોતાની ઈચ્છા પુત્રને પ્રદર્શિત કરી.
સંસ્કારી મહારાજા સંપ્રતિએ તેને અનુમોદન આપ્યું, તેમજ પિતાની માતા સાથે ઉપાશ્રયે આવી રાજ્યકુટુંબની ઈચ્છા સૂરીશ્વરજી સમક્ષ રજૂ કરી. વધુમાં મહારાજાશ્રીએ અવન્તીમાં રહેલ ચતુર્વિધ સંઘના સમુદાય સાથે સૌરાષ્ટ્રના તીર્થોની ફરસનાથે સ્વેચ્છા