________________
૩૦૨
સમ્રાટ્ સંપ્રતિ. પ્રદર્શિત કરતાં જણાવ્યું કે “ગુરુદેવ, અવન્તીના પાયતખ્ત ઉજજેનીથી માંડી સરાષ્ટ્રના તીર્થો સુધીના પાદુકા યાત્રા( વિહાર)ને માર્ગ ખુલ્લો ને નિર્ભય થએલે હેવાથી અત્યારે તીર્થયાત્રા માટે સાનુકૂળતાભર્યા સંજોગો છે તેથી આપ ચતુર્વિધ સંઘ સહિત પધારે.”
આચાર્યશ્રીએ તેમની ભાવનાને અનુમોદન આપ્યું, એટલે મહારાજા સંપ્રતિએ અવનતીન સંઘને તીર્થયાત્રાની વ્યવસ્થાનું કામ સેપ્યું અને તીર્થયાત્રાને લગતા પડત અવન્તી અને મગધમાં વગડાવ્યા. એગ્ય મુહૂર્ત વિશાળ સંઘસમુદાય સાથે મહારાજા સંપ્રતિ તીર્થયાત્રાએ નીકળ્યા. ' આ સંઘની અંદર અવન્તીમાં રહેલ સેંકડે સાધુ, સાધ્વીઓએ તેમજ અવન્તી અને મગધના સંઘના મોટા ભાગે પણ તીર્થયાત્રાને લાભ લીધું હતું. રાજ્યકુટુંબને ઘણે ભાગ પણ આ તીર્થયાત્રામાં સામેલ થયા હતા. મહારાજાશ્રીએ કરેલ અપૂર્વ દાન–
અવન્તીના પાટનગરેથી પાદુકાવિહારે નીકળેલા આ સંઘના પ્રમાણમાં જે જે ગામમાં ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, વાવો, ઉપાશ્રય, પિષધશાળાઓ વિગેરેનો અભાવ હતો તે કરાવવા સાથે તે તે ગામનાં પ્રાચીન જિનમંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય મહારાજશ્રી ધ્યાન ઉપર લેતા, અને તે તે ગામના સૂબા તથા અધિકારીઓને ગામના મહાજનની સલાહ પ્રમાણે જેનમંદિરને જીર્ણોદ્ધાર કરાવી આપવામાં, તથા નવાં મંદિરો બનાવી આપવામાં સહાયક થવા આજ્ઞા કરતા. રાજ્યખજાનાનો છૂટથી ઉપયોગ કરી માર્યવંશની કીર્તિને છાજે તેવી રીતે ધાર્મિક કાર્યો કરવા મહાજનને આજ્ઞા કરતા અને પછી મહારાજા એક ગામથી બીજે ગામ આગળ વધતા. મહારાજાએ ગુસદાનને પ્રબંધ પણ આ જ પ્રમાણે રાખ્યા હતા.
આ પ્રમાણે મહારાજાએ અવન્તીથી નીકળી ગિરનારના પ્રાચીન જૈન તીર્થોનાં દર્શનને લાભ લીધે, જ્યાં તેણે પોતાની તીર્થયાત્રાની અમર યાદગીરી નિમિત્તે ત્રણ ભવ્ય મંદિરે બંધાવ્યા, જેમાંનું એક મંદિર ગિરનાર પર્વત પર વસ્તુપાળ તેજપાળની ટુંક નજદિકમાં ભવ્ય કારીગરીથી ભરપૂર અદ્યાપિપર્યત મોજુદ છે, જેનો ફેટો અહીં આપવામાં આવ્યું છે. આ જિનાલયમાં સંપ્રતિ મહારાજના સમયની પુરાતન પ્રતિમા પણ વિદ્યમાન છે. જુનાગઢ શહેરમાં તેમણે બીજા બે દેરાસર બંધાવ્યાં જે મંદિરે પણ વર્તમાનકાળે સમ્રાટ સંપ્રતિની યશગાથા ઉચ્ચારી રહ્યાં છે.
આ ત્રણે મંદિરનો ઘાટ એક સરખો છે. તેવી જ રીતે મહારાજાશ્રીએ પોતાના પ્રપિતામહ ચંદ્રગુપ્તદ્વારા તેમની તીર્થયાત્રાની અમર નામના તરીકે બંધાએલ સુદર્શન તળાવને જીર્ણોદ્ધાર કર્યો. આ તળાવમાં ડુંગરોનું પાછું એકત્રિત થતું હતું અને ત્યાંથી સમસ્ત સૌરાષ્ટ્રને નહેરે દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું. આ નહેરનું બાંધકામ મગધમાં પડેલા દુકાળ સમયે સંકટનિવારણના કાર્ય તરીકે હાથ ધરવામાં આવ્યું હતું. તે તળાવ તથા નહેરનું