________________
સમામ્ સંપ્રતિને જાતિસ્મરણઝાન સમયે શાંતિથી રાજગીની માફક શુભ ધ્યાને તે રંક મુનિએ સ્વર્ગવાસ કર્યો. જેન મહાજને સ્વર્ગવાસી થએલ નવદીક્ષિત મુનિના દેહનો ચંદન-કાર્ષથી અગ્નિસંસ્કાર કર્યો.
હે મહાનુભાવ! સંસ્કારી “દુમકના જીવે એક દિવસના ચારિત્ર-પાલનના પ્રભાવે જન્માંતરે રાજયોગની પ્રાપ્તિ કરી અને સતી સરતબાળાની કૂખમાં આવી નવ માસ પૂર્ણ થતાં સુરદાસની પર્ણકૂટીમાં પ્રભુભક્તિનાં ઉચ્ચ કેટિના સંસ્કારી આંદેલનમાં પિષ માસમાં તેને જન્મ થયે કે જેનું સંપ્રતિ નામ રાખવામાં આવ્યું.
તે જ આ સંપ્રતિ મહારાજા છે કે જેને એક દિવસના ચારિત્રના ગે અને તેના પ્રત્યક્ષ ફળ તરીકે ચક્રવર્તતુલ્ય રાજ્ય પ્રાપ્ત થયું છે, માટે હે મહાનુભાવો! આ પ્રમાણે જૈનધર્મની આરાધનાનું સાક્ષાત્ ફળ જાણી ધર્મમાં પ્રમાદ કરે નહિ અને ધર્માનુરાગી બની આત્મકલ્યાણ સાધવું.”
આ પ્રમાણે ગુરુદેવે સંપ્રતિને પૂર્વ ભવ ઉજજૈનીના જૈનસંઘ સમક્ષ કહી સંભળાવ્યો. સંઘ સમક્ષ પોતાને પૂર્વભવ સાંભળતાં મહારાજા સંપ્રતિ પણ અત્યંત ખુશી થયા અને તેણે કહ્યું કે-“ગુરુદેવ! આ રાજ્ય એ આપની કૃપાનું જ ફળ છે તે હે ભગવંત! આપ તેને સ્વીકાર કરો કે જેથી હું કૃતાર્થ અને ઋણમુક્ત થાઉં.” સૂરિશ્રીએ કહ્યું કે-“હે રાજન! સંસારમુક્ત ત્યાગીઓને તો મુક્તિ જ આરાધ્ય હોઈ શકે, માટે તારા રાજ્યથી અમને શું લાભ? અમે નિ:સ્પૃહીઓને કાંઈ પણ સ્પૃહા હોતી નથી, તે અમે રાજ્યને શું કરીએ? તમારું રાજ અખંડ રહે અને તેને સુખેથી ભગવટો કરી ધર્મકાર્ય કરે.”
જવાબમાં સંપતિએ કહ્યું કે-“હે ગુરુદેવ, આપે કહેલી સર્વે હકીકત સત્ય છે, માટે હવે આપ ફરમાવે તે પ્રમાણે હું ધર્મ-આરાધન કરવા તૈયાર છું.”
સૂરિશ્રીએ કહ્યું કે-“હે રાજી ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરુષાર્થના સાધન વગર મનુષ્યનું જીવન પશુની માફક નિષ્ફળ જાય છે. આ સર્વેમાં ધર્મ પુરુષાર્થ પ્રાધાન્ય સ્થાને-શ્રેષ્ઠ છે. તેના વિના અન્ય પુરુષાર્થોની સિદ્ધિ થતી નથી, માટે હે. રાજન ! તારે જેનધર્મનું સુંદર રીતે પાલન કરવું. જ્યારે તમે ધર્મ આરાધનાનું સાક્ષાત્ ફળ જાતિસ્મરણથી જાણ્યું છે ત્યારે તેથી અધિક હું શું સમજાવી શકું? માટે હે રાજન ! સ્વર્ગ અને મોક્ષની ઈચ્છા માટે જેનધર્મને ઉઘાત–પ્રભાવના કરી તું પરમહંત શ્રાવક બન, ધાર્મિક કાર્યોથી આત્મકલ્યાણ સાધ, જૈનધર્મને ઉદય કરી શાસનસેવા બજાવ, જ્યાં જ્યાં પ્રાચીન જૈનતીર્થો અને મંદિર હોય તેનો જીર્ણોદ્ધાર કર, એટલું જ નહિ પરંતુ જ્યાં જ્યાં નવાં મંદિરોની જરૂરિયાત દેખાય ત્યાં દ્રવ્યસહાય કરી અનંતગણું પુણ્ય ઉપાર્જન કર. સાથોસાથ સંઘસમુદાય સહિત તીર્થયાત્રા કરી શાસનપ્રભાવના કર.”