________________
૨૯૪
સમ્રાટ્ સંપ્રતિ
લક્ષણુશાસ્ત્રના જાણકાર ચકાર મુનિને ભિક્ષુકના ભવ્ય લલાટની રેખાઓ અને દેદીપ્યમાન દેહકાંતિ જોવાથી ખાત્રી થઇ કે આ દ્રુમકના આત્મા પ્રભાવશાળી દેખાય છે.
ડેલીના દરવાજે ઊભેલા ભિક્ષુકને જૈન સાધુઓના ઘણી વખત સમાગમ થએલ હાવાના કારણે તે જૈન સાધુઓના આચાર, વિચાર અને વહેવારને જાણકાર હતા, એટલે તે આ જ્ઞાની મુનિમહારાજની પાછળ શાંતિથી ગયા ને એકાંત મળતાં મુનિમહારાજને તેણે પોતાના ભૂખ્યા આત્માની તૃપ્તિ માટે અલ્પાહાર આપવા અતિશય નમ્રતાભરી અરજ કરી.
આ ક્રુમકની શારીરિક દુબ ળતા જોઇ મુનિરાજને અનુકંપા તેા આવી, પરન્તુ શાસ્ત્રજ્ઞા પ્રમાણે સાધુ સિવાય કોઈને પણ આહાર આપવાના નિષેધ હાવાથી તેમણે પાતાની અશક્તિ જણાવતાં તેને કહ્યું કે–“ હે દ્રુમક ! જે તુ અત્યારે સમયેાચિત જૈન સાધુપણું વ્રતુણુ કરતા હોય તેા અલ્પ તેા શું પણ તારા આત્મા સદા સંતુષ્ટ રહે તેટલા ઉત્તમ આહાર પ્રતિક્રિન આપવા અમે સમર્થ છીએ. ”
પૂર્વ સંસ્કારના યાગે આ સમયે તે રક આત્માના કમ માં દીક્ષાના યાગ હતા તેથી તેણે દીક્ષાથે પેાતાની તત્પરતા દર્શાવી એટલે તરત જ આ મુનિ કે જેએ મારા શિષ્ય હતા તે ભાવિક દ્રુમકને મારી પાસે લઇ આવ્યા અને મને દ્રુમકની સવિસ્તર હકીકત જણાવી.
મેં જ્ઞાનના ઉપયાગ મૂકી જોયુ તા મને અજાયખી થઇ અને વિચાર્યું કે ‘ અહા ! આ કેવા અમૃત યોગ ?' આવા આત્માને દીક્ષા આપવા માટે ઢીલ થાય ખરી કે તરત જ જૈનમુનિ તરીકે તેને દીક્ષા આપવામાં આવી અને “ રકમુનિ ” એવું નામ રાખવામાં આવ્યું.
બાદ ઉપાશ્રયમાં સહુ મુનિમહારાજે આહાર માટે મારી પાસે આવી બેઠા અને નવદીક્ષિત મુનિરાજ સન્મુખ ઉત્તમ કેાટીના મિષ્ટ પદાર્થ ભાવપૂર્વક મૂક્યા.
ઘણા દિવસે ખાદ મિષ્ટાહાર મળેલા ડેાવાથી નવદીક્ષિત રંક મુનિએ શારીરિક સ્થિતિના વિચાર ન કરતાં હદ ઉપરાંત આહાર કર્યો, જેના પરિણામે તે જ દિવસે તેમને અતિસારના ભયંકર વ્યાધિ થયા અને જોતજોતામાં અનેક જાતના વૈદિક ઉપચારો કરવા છતાં તે અસાધ્ય થઈ પડ્યો.
મેં મહાજનના આગેવાનાને મેલાવ્યા. તેમણે નવદીક્ષિત મુનિની એવી સરસ વૈયાવચ્ચ કરી કે જેની નદીક્ષિત મુનિ પર સુદર અસર થઇ. પરિણામે તેમને જૈનધર્મ ૫૨ અતિશય અનુરાગ થયા. તેમણે વિચાર્યું કે- એક દિવસ પહેલાં જે શ્રીમંતા મારી સામું પણુ જોતા ન હતા તે જ શ્રીમતે આજે આ મારા સાધુવેષને કારણે અત્યંત ભક્તિપૂર્વક મારી વૈયાવચ્ચ કરે છે, માટે આ જૈનધર્મને અનેક વાર ધન્યવાદ છે. મારુ' મૃત્યુ પણ આ ધર્મના સેવનમાં જ થો અને આગામી ભવે પણ મને આ પરમપૂનિત જૈનધર્મની જ પ્રાપ્તિ થજો.'
આ પ્રમાણે ઉચ્ચ કોટીની ભાવનાઓદ્વારા ધર્મ ધ્યાને ચઢી તે જ દિવસની રાત્રિના