________________
સમ્રાટ્ સંપ્રતિને જાતિસ્મરણુજ્ઞાન
૨૯૩
સૂરિશ્રીના મુખથી આ પ્રમાણે સામાયિકનું ફળ સાંભળી મહારાજા સંપ્રતિ અત્યંત હર્ષિત થયા. વધુમાં તેમણે જણાવ્યુ કે “ આપને જોતાં જ મને જાતિસ્મરણુજ્ઞાન ’ પ્રાપ્ત થયું છે અને તેના પ્રભાવે મેં મારા પૂર્વભવ દીઠા છે, કે જેમાં હું જૈનધર્મનુ પ્રત્યક્ષ ફળ અને ધર્મ પ્રભાવ જ માનું છું. જો તે સમયે આ રકના જીવના આપે ઉદ્ધાર ન કર્યાં હાત તા તે રંક આત્મા હું અત્યારે અપૂર્વ લક્ષ્મીના લાક્ડા ચાંથી થાત ? માટે હું પૂજ્ય ! પૂર્વભવમાં જે પ્રમાણે આપ મારા તારક બન્યા હતા તે જ પ્રમાણે આ ભવમાં પણુ આપ મારા ગુરુ થાઓ. ’
મહારાજા સંપ્રતિના મુખથી આ પ્રમાણેના શબ્દો સાંભળી સધ આનંદમાં આવી ગયા અને સૂરિશ્રીને મહારાજા સ'પ્રતિના પૂર્વભવ ( જ્ઞાનના બળે ) સંભળાવવા વિજ્ઞપ્તિ કરી, એટલે દશ પૂર્વધર શ્રી આર્ય સુહસ્તી મહારાજે ચતુર્વિધ જૈન સંઘ સમક્ષ નીચે પ્રમાણે મહારાજા સ’પ્રતિના પૂર્વભવ કહી સંભળાવ્યેા —
મહારાજા સ'પ્રતિના પૂર્વ ભવ—
“હૈ મહાનુભાવા ! મહારાજા સંપ્રતિના જન્મ પૂર્વે અવન્તી, રાજપુતાના આદિ પ્રદેશેામાં દ્વાદશવીચ ભયંકર દુકાળ પડ્યા હતા. આ પ્રમાણે ઉપરાચાપરી પડેલ દુકાળાના ચેાગે સમૃદ્ધિવાન ગણાતુ અવન્તી એવું તેા ઘસાઇ ગયું કે જેના પરિણામે સુજ્ઞ આત્મહિંતાથી સાધુસમુદાયને પણ આ દુકાળપીડિત પ્રદેશના ત્યાગ કરવા પડ્યા હતા.
બાદ અમે શિષ્યપરિવાર સહિત તીર્થંક્સના કરતા કાશમ્મી નગરીમાં આવી પહોંચ્યા, ત્યારે અમારી સાથે સ્વર્ગસ્થ સૂરિશ્રી આ મહાગિરિ મહારાજ પણ સાથે હતા. સમય ખરાબર મધ્યાહ્ના હતા. વૈશાખ માસના સખત ગરમીના દિવસે પસાર થતા હતા. અમે ઉગ્ર વિહાર કરી લગભગ અગિયાર વાગ્યાના સુમારે કાશખી નગરીએ આવી પહાંચ્યા હતા. કાશીના સ ંઘસમુદાયે અમારું સુંદર સ્વાગત કર્યું અને અમેએ ઉપાશ્રયે આવી મુકામ કર્યો.
,,
બાદ અનેક શ્રાવક ભક્તજનદ્વારા ગેાચરી માટે પધારવા વિન ંતિ થઇ. અમારા એક શિષ્યને એક શ્રદ્ધાળુ શ્રીમત જૈન સાÖવાહ પેાતાને ઘેર વહેારવા લઇ ગયા. શ્રીમંત સાવાહની ડેલીના દરવાજે એક કાંતિવાન ભિક્ષુક “ રંક દુમક અલ્પ ભિક્ષાર્થે આગ્રહભરી આજીજી કરતા ઊભા હતા. ડેલીના દરવાજેથી મુનિમહારાજ વિણકની ગૃહપડશાળમાં આવ્યા. સા વાહના સ્ત્રીવગે ભાવપૂર્વક અતિ આગ્રહથી સુંદર વસાણાથી ભરપૂર કિંમતી માદકા મહારાજશ્રીને વહેારવા વિનંતિ કરી.
અતિ આગ્રહભરી વિન ંતિને માન આપી મારા શિષ્ય તેમાંથી ગોચરી તરીકે તેવામાં તેમની નજર ડેલીના દરવાજે
અલ્પાહાર ગ્રહણ કરી ઉપાશ્રય તરફ પાછા વળ્યા ભિક્ષા માટે ઊભેલા “ રક દ્રુમક ” ઉપર પડી.