SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સમ્રાટ્ સંપ્રતિ “હું રાજા તરીકે આપને પ્રશ્ન નથી પૂછતે, પરંતુ આપ મને બીજા કાઈ પણુ પ્રકારે ઓળખી શકે! છે ? ” મહારાજાના આ જાતના પ્રશ્નથી આર્ય સુહસ્તિસૂરિ વિચારમાં પડ્યા અને તેમને તે પ્રશ્ન પૂછવામાં કાંઇ ગૂઢતા હાવી જોઈએ એમ લાગ્યું. તરત જ તેમણે પેાતાના જ્ઞાનના ઉપયાગ મૂકયા અને જ્ઞાનથી મહારાજા સંપ્રતિના પૂર્વભવનુ વૃત્તાંત જાણી લઇ તે ઓલ્યા કે “ હું નરેશ્વર ! હવે મેં તને સારી રીતે ઓળખ્યા છે. તમારું' વૃત્તાંત અતિશય રસિક અને મહત્ત્વતાભર્યું " હાવાથી અહીં માર્ગોમાં કહી સંભળાવવા કરતાં ઉપાશ્રયમાં સંઘ સમક્ષ શાંતિથી સાંભળવાથી તમને અને મહાજનને અપૂર્વ લાભ થાય તેમ હાવાથી આપ મારી સાથે ઉપાશ્રયે પધારા, જ્યાં તમારું પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવીશ. ” સૂરિશ્રીના આ જાતના નિવેદનથી સંઘમાં મહારાજા સ'પ્રતિના અપૂર્વતાભર્યં વૃત્તાંતની માહિતી મેળવવા જિજ્ઞાસા વધી પડી, અને રથયાત્રાના વરઘેાડા ઉતાવળી ગતિએ બાકીના માર્ગ પૂરા કરી મહારાજશ્રીના ઉપાશ્રય “ શ્રીધરે ” આવી પહોંચ્યા. ,, મહારાજા સમતિના પૂર્વ ભવ— સૂરિશ્રીએ મહારાજા સ’પ્રતિનું પૂજન્મવૃત્તાંત સંભળાવતા પૂર્વે સંભળાવ્યું અને તપશ્ચાત્ મહારાજા સંપ્રતિના પૂર્વભવ સંભળાવવા શરૂ કર્યાં. “ મંગળિક ܕܕ "" 66 આ સમયે મહારાજા સંપ્રતિએ બન્ને હાથ જોડી . આચાર્ય દેવને પૂછ્યુ કે હૈ ભગવંત! અહુત પ્રભુના જૈનધર્મ પ્રાપ્ત થવાનું ફળ શું ? ” સૂરીશ્વરશ્રીએ કહ્યું કે “એનુ સુપકવ ફળ તા મેાક્ષપ્રાપ્તિ ” છે, પરન્તુ એનું અપકવ ફળ રાજ્યપ્રાપ્તિ વિગેરે ઘણું પ્રકારે જાણવુ. ' "" મહારાજાએ ખીજો પ્રશ્ન કર્યાં કે—“ૐ ભગવત અન્યક્ત સામાયિક ચારિત્રનું ફળ શું? તે સમજાવેા. ” તેના જવાબમાં સૂરિશ્રીએ કહ્યું કે-“હે રાજન! સામાયિકમાં શ્રાવક સાધુ જેવા ગણાય છે; કારણ કે ભગવતે ફરમાવ્યુ છે કે સામાયિકમાં “ સમળી રૂવ સાવગો હવદ્ નદ્દા” તેટલા માટેજ વારવાર સામાયિક કરવા. વળી અવ્યક્ત સામાયિકનું કુળ ( ચારિત્રનું ફળ ) પણ રાજ્યપ્રાપ્તિ થાય છે. એક પુરુષ નિયમિત હજારા સુવર્ણનું દાન કરે અને બીજો હૃદયના શુદ્ધ ભાવથી એક સામાયિક કરે તેા તે સામાયિક કરનારના સામાયિકનું ફળ દાન આપનાર કરતાં વિશેષ છે. પ્રતિદિવસ એ ઘડી વિધિપૂર્વક શુદ્ધ સામાયિક કરનારી શ્રાવક પુણ્યના પ્રતાપે ૯૨૫૯ લાખ, ૨૫ હજાર ૯૨૫, પત્યેાપમથી કંઇક અધિક દેવગતિનું આયુષ્ય બાંધી શકે છે. અને તેના જ પ્રભાવથી પ્રાંતે મેક્ષગતિ પણ પ્રાપ્ત કરી શકે છે. ”
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy