________________
૨૮૦
સમ્રાટું સંપ્રતિ તે તારે પંચશૈલ દ્વીપે આવવું.” પંચશેલ દ્વીપે જવાનું કામ સુલભ ન હતું; કારણ કે ત્યાં જવામાં જીવનું જોખમ હતું. પડહ વગડાવી, અમુક દ્રવ્ય આપી, કુમારનંદીએ એક વૃદ્ધ નાવિક સાથે પંચશૈલ દ્વીપ તરફ જવા પ્રયાણ કર્યું. મહામુસીબતે પંચશેલ દ્વીપ કુમારનંદી પહોંચ્યા તો ખરો પણ દેવીઓએ તેને કહ્યું કે મનુષ્યરૂપે તું અમારો ભક્તા થઈ શકશે નહિ. તારે પંચશેલ દ્વીપના સ્વામી થવાનું નિયાણું કરી અગ્નિપ્રવેશ કરવો પડશે. ત્યારબાદ તે નિયાણને ગે તું અમારો સ્વામી બનશે. અમારે સ્વામી બનવાને કારણે ઓછામાં ઓછા દેવપણાના આયુષ્યના દસ હજાર વર્ષ તું મનગમતા વિલાસો ભેગવવા ભાગ્યશાળી થશે, કે જે ભોગવિલાસ મનુષ્યના ભેગવિલાસો કરતાં અતિ ઉચ્ચ કોટિના અને મનવાંછિત હશે.” બાદ કુમારનંદીના કથનથી તે દેવીઓએ તેને તેના નગર ચંપાપુરીમાં પુનઃ પહોંચાડ્યો.
અપ્સરાઓનાં દર્શન થયા બાદ કુમારનંદીને પિતાની રૂપવંતી પાંચસો સ્ત્રીઓ તે દેવીઓની અપેક્ષાએ એક કીટ સમાન જણાવા લાગી. દેવાંગનામાં લુબ્ધ થયેલ તેને તેઓના ઉપરથી નેહ ઉતરી ગયે. રાતદિવસ તે દેવીઓના નામની જપમાળા ફેરવવા લાગે અને ઉપરોક્ત બન્ને દેવીઓ મેળવવાની લાલસાએ તેણે અગ્નિપ્રવેશ કરવાને પણ વિચાર કર્યો. તેના મિત્ર નાગિલે તેને ઘણું સમજાવ્યું, ધર્મમાર્ગમાં પ્રવર્તાવવા અનેક પ્રયાસ કર્યા છતાં આ વિષયાંધ સોની તો પિતાના નિશ્ચયમાં મજબૂત રહ્યો, અને અગ્નિચિતા ખડકાવી, નિયાણાપૂર્વક તેમાં પ્રવેશ કરી પંચશેલ દ્વીપમાં દેવપણે ઉત્પન્ન થઈ હાસા ને પ્રહાસા અપ્સરાઓના ભેગવિલાસમાં મગ્ન બન્યા.
કેટલાંક વર્ષો વ્યતીત થયા બાદ એક દિવસ સ્વર્ગના દેવતાઓ નંદીશ્વરદ્વીપ યાત્રા કરવા જતા હતા, જેમાં તેમની આજ્ઞાથી હાસા અને પ્રહાસાને પણ જવાનું હતું. તેઓ તેમની નાચનારીઓ સંગીતકાર દેવી હોવાથી તેમણે પોતાના પતિને કહ્યું: “તમે ઢેલ વગાડે, અને અમે ગાઈએ.” કુમારનંદી સોનીના જીવ વિદ્યુમ્માલી દેવે અહંકારથી ઢેલ વગાડવાની ના કહી એટલે કર્મોદયથી એ દેવતાઈ ઢેલ આપમેળે એને ગળે વળગી ગયે; તેથી મહાદુઃખી હૃદયે ઢોલી તરીકે ઢેલ વગાડે તે વિદ્યુમ્માલીદેવ આગળ ચાલવા લાગ્યા.
આ બાજુ કુમારનંદીને મિત્ર નાગિલ શ્રાવક ઉચ્ચ કોટીની ધર્મકરણ કરી, આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી બારમા દેવલેકે મહેંદ્ર નામે મહદ્ધિક દેવ થયો. તે પણ આ યાત્રામાં સાથે આવ્યો. એણે પિતાના અવધિજ્ઞાનના બળે આ ઢેલી-વિદ્યુમ્માલીને પિતાના પૂર્વભવના મિત્ર તરીકે ઓળખે અને તેને પિતાની પાસે બોલાવી કહ્યું કે-“હે ભદ્ર! મનુષ્યભવ પામવા છતાં તે નિરર્થક ભવ હારી ગયે. મારી માફક જે સારી રીતે ધર્મની આરાધના કરી હતી તે તું પણ મહદ્ધિકદેવ થાત, પરંતુ તેના બદલે વિષયને ભેગી બની, નિયાણ બાંધી, હલકી નાચનારી દેવ જાતિમાં તું ઉત્પન્ન થયે એ ખરેખર શોચનીય છે. તારે માટે હજી પણ શ્રેષ્ઠ દેવગતિ પ્રાપ્ત કરવાને એક માર્ગ છે તે હું કહું તે પ્રમાણે કર, અને હજુ પણ આત્મકલ્યાણ સાધ.