________________
જીવંતસ્વામીની પ્રતિમા કુંડગ્રામનગરના પિતાના મહેલમાં પ્રભુ મહાવીર ગૃહસ્થાવાસમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ધ્યાનસ્થપણે ઊભેલા છે. તેમની પ્રતિમા (જીવંતસ્વામી) તે જ સ્વરૂપે ભરાવ, અને તેની પૂર્ણભાવથી ભક્તિ કર તેથી તેને બોધિબીજની પ્રાપ્તિ થશે અને તારી ગતિ સુધરશે.” પ્રભુ મહાવીરના ચહસ્થાવાસ સમયની ભાવમુનિ તરિકે બનેલ પ્રતિમા–
યાત્રાનું કાર્ય સમાપ્ત થતાં વિદ્યુમ્ભાલીએ પોતાના દેવમિત્રના કથાનુસાર તેમના રાજમહેલમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ઊભા રહેલ શ્રી મહાવીર પ્રભુને જોયા. ત્યાર પછી તેણે હિમપર્વત ઉપર જઈ, ગશીર્ષ ચંદન લાવી તેનાથી તેણે પ્રભુ મહાવીરની ગૃહસ્થાવાસ સમયની ભાવમુનિ તરીકેની સાક્ષાત્ પ્રતિમા બનાવી.
ઉપરોક્ત પ્રતિમાની કપિલ નામના કેવળી આચાર્ય પાસે વિધિસર પ્રતિષ્ઠા કરાવી. પછી ચંદનની એક પેટી બનાવીને તે પ્રતિમા તેમાં મૂકી. આ અરસામાં સિંધસવીર દેશ તરફ જતાં એક વેપારીનું વહાણ જે ડામાડોળ સ્થિતિએ ચડી ડૂબવાની તૈયારીમાં હતું તેનું તે વિશ્વ વિદ્યુમ્માલી દેવે નિવારી ઉપરોક્ત પ્રતિભાવાળી પેટી તે વેપારીને આપી અને તે પ્રતિમાને વીતભયપણ તરફ લઈ જવાની આજ્ઞા કરી.
દેવપ્રતિમાના કારણે તેફાને ચઢેલ સમુદ્ર શાંત થયે અને થોડા દિવસમાં આ વેપારી વીતભયપટ્ટણમાં આવી પહોંચ્યા. અહીંયાં આ કાળે શિવ ધર્મમાં ચુસ્ત ૭૦૦ તાપસોને ભક્ત ઉદાઈ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજાની સેવામાં દસ મુકુટબંધ રાજાઓ હમેશાં હાજર રહેતા. આવા પ્રતાપી રાજવીના પાટનગરમાં આવી શાહ સોદાગર વેપારીએ નગરકમાં ઉપલી દેવપ્રતિમાવાળી પેટી રજૂ કરી, અને “આ દિવ્ય પ્રતિમાને પૂજા અર્થે ગ્રહણ કરો, ગ્રહણ કરો” એવી રીતે ઉદ્દઘષણ કરાવી.
નગરના વિધવિધ ધર્મના પુરુષો, તાપસે, સંન્યાસીઓ, નગરજને, રાજ્ય અમલદારે તથા ખૂદ મહારાજાએ પણ આ ચમત્કારિક દૈવી પેટી જેઈ તેને ઉઘાડવા અનેક પ્રયાસ કરી જોયા. દરેકે પિતાપિતાના ઈષ્ટ દેવની સ્તુતિ કરવા માંડી, પરંતુ પેટી ઊઘડી નહિ.
આખરે મહારાજાની પટ્ટરાણ પ્રભાવતી કે જે ચેડા મહારાજની પુત્રી થતી હતી તેણે દેવાધિદેવની વીતરાગ પરમાત્માની સ્તુતિ કરી, અને તેના પ્રતાપે એ પેટી તરત જ ખુલી ગઈ. તેણે એ પ્રતિમાને આડંબરપૂર્વક લઈ જઈ પિતાના ચૈત્યગૃહમાં સ્થાપન કરી અને નિરંતર તેની એકચિતે ભક્તિ અને પૂજા કરવા લાગી, કારણ કે આ મહારાણુ ચુસ્ત જેનધમી હતી.
પ્રભુભક્તિમાં અત્યંત શ્રદ્ધાળુ એવી મહારાણું પ્રભાવતીએ કેટલાક સમય પછી રાજાની આજ્ઞા મેળવી ચારિત્ર અંગીકાર કર્યું અને દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થઈ.