________________
પ્રકરણ ૩ જુ.
જીવંતસ્વામીની પ્રતિમા. સુજ્ઞ વાચક! આ પ્રકરણમાં રજૂ કરવામાં આવતી દૈવીશક્તિની ઘટનાઓને સંબંધ ઈતિહાસ સાથે સંકલિત હેવાને લીધે અમે તેની નેંધ અતિ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે ઉધકૃત કરીએ છીએ. સ્વર્ગીય દેવીએ ખાતર અનિપ્રવેશ કરતે સોની–
પ્રભુ મહાવીરના જીવનકાળ સમયમાં ચંપાનગરીમાં કમાનંદી નામે સોની હતે. તે સોની અતિ ધનાઢ્ય તેમજ અત્યંત વિષયાંધ હતો. તે લગભગ પાંચસો પાંચસો સેનૈયા આપીને સુંદરમાં સુંદર પાંચસો જેટલી સ્ત્રીઓને પરણ્યો હતોચંપાનગરમાં એક વૈભવશાળી મહેલ બનાવી આ સર્વે સ્ત્રીઓ સાથે તે રાજા-મહારાજા કરતાં પણ વિશેષ એશઆરામ ભગવત હતા. આ નંદી સોનીને નાગિલ નામે શ્રાવક મિત્ર હતો. એક દિવસ પંચશેલ કંપની અધિષ્ઠાયિકા હાસા અને પ્રહાસા નામની બે વ્યંતર દેવીઓ નંદીશ્વર દ્વીપે જતી હતી. માર્ગમાં જ એમને સ્વામી વિન્માલીદેવ દેવપણાનું આયુષ્ય પૂર્ણ થવાથી થવી ગયે. એટલે આ વ્યંતર દેવીઓએ અવધિજ્ઞાનથી કુમારનંદીને અતિ વિષયાંધ જાણે પિતાના સ્વામી તરીકે પસંદ કર્યો અને તેને પિતા પ્રત્યે આકર્ષવાને બન્ને દેવીઓ કુમારનંદી સમક્ષ તેના મહેલમાં એકાંતે પ્રગટ થઈ.
રૂપવંતી દેવાંગનાઓને સાક્ષાત સ્વરૂપે પિતાના મહેલમાં આવેલી જોઈ વિષયાંધ સોની તેને ભેટવા આતુર થયો અને બોલ્યો કે-“તમે કોણ છો અને ક્યાંથી આવો છો?” તેના જવાબમાં દેવીઓએ ભાવપૂર્વક અટ્ટહાસ્ય કરતાં કહ્યું કે-“એ દિવ્ય કાંતિવાન પુરુષ, અમે તારે માટે જ અહીં આવેલ છીએ, પરંતુ દેવાંગનાઓનો ઉપભેગ કરવાનો અધિકાર દેવ સિવાય બીજા કેઈને ન હોવાથી, હે કુમારનંદી ! જે તને અમારી લાલસા હોય