________________
પ્રકરણ ૨ જુ.
આંધ્ર પ્રાંતની છત ને પલટાયેલું માનસ મહારાજા સંપ્રતિએ ભારતના પશ્ચિમોત્તર વિભાગમાં મેળવેલા ઐતિહાસિક વિજય પછી તેને દક્ષિણના આંધ પ્રાંતની ભયંકર લડાઈમાં ઉતરવાને પ્રસંગ પુનઃ પ્રાપ્ત થયા હતા.
મહારાજા બિંદુસારના સમયથી આંધ્રપતિઓ બહુ જ બળવાન બનતા ગયા હતા ને મહારાજા અશોકના સમયમાં પણ પોતાની રાજ્યસરહદે મજબૂત કિલ્લેબંધી રાખવા સમર્થ થયા હતા. આ આંધ્રરાજ્યની સરહદ મગધની દક્ષિણ સરહદથી લગાવી છેક લંકા સુધી હતી અને આખો ય આંધ્ર પ્રાંત ચુસ્ત સનાતન-ધમી હતે.
આંધ્રપતિઓએ મહારાજા અશોકના પાછળના ધમજીવનકાળને લાભ લઈ છડેચક વિરુદ્ધતા દર્શાવવા માંડી હતી. કારણ તેઓ સમજતા હતા કે મહારાજા અશોક લડાઈમાં ઉતરે તેમ નથી એટલે તેમણે સ્વતંત્ર થવા તેફાને આદર્યા. સંપ્રતિએ લગભગ દેઢથી બે લાખની સૈન્ય સામગ્રી સાથે આંધ્ર પ્રાંત ઉપર ચઢાઈ કરી. આંધ્રની સરહદે લગભગ બાર માસ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, અને આંધ્રની વીર સેનાએ પિતાના અંતિમ બળ સુધી સામને, કર્યો, છતાં તેમાં ભાગ્યદેવીએ સંપ્રતિને જ યારી આપી અને આંધ્રપ્રતિનો પરાભવ થયે. છેવટે આંધ્રપતિએ મગધનું સર્વોપરીપણું સ્વીકારી ખંડણી આપવાનું કબૂલ કર્યું.
આ સમયે આંધ્રની ગાદી ઉપર આવનાર આંધ્રપતિ યુવાવસ્થામાં હતું. સંધિના પાલન (જામીન) તરીકે તેણે પિતાની બેનનાં લગ્ન વિજેતા મહારાજા સંપ્રતિ સાથે કરી આપ્યાં કે જેનાથી મગધના ગાદીવારસ પુત્ર વૃષભસેનને જન્મ થયે.
મહારાજા સંપ્રતિએ પશ્ચિમોત્તર પ્રદેશની છતમાં છેક કાઠિયાવાડ સુધીના પ્રદેશ તાબે કર્યા હતા અને દક્ષિણેત્તર પ્રદેશની છતમાં આંધ્ર પ્રાંતથી સિંહલદ્વીપ (લંકા) સુધીના પ્રાંતે તાબે કર્યા. આ પ્રમાણે આ બંને મહત્ત્વતાભર્યા વિજયથી મગધ સામ્રાજ્યની