________________
૨૭૪
" સમ્રા સંપ્રતિ સંતોષ ન થયો હોય તેમ તે ઠેઠ એશિયા માઈનોર સુધી આગળ વધ્યા. જેમાં સુએઝ કેનેલની સગીભૂમિ સુધીના પ્રદેશ ઉપર તેને જીત મળી. અહીં સુધીના રાજાઓને પિતાના ખંડિયા બનાવ્યા ને પિતાના પ્રતિનિધિઓને (એલચીઓને) પ્રત્યેક રાજ્યદરબારમાં ગોઠવ્યા અને સાથોસાથ હિંદના વેપારને રાજ્યમાર્ગ અહીં સુધી ખુલ્લો કર્યો.
આ પ્રમાણે ગ્રીસની સરહદ સુધીના પ્રદેશો ઉપર સમ્રાટ સંપ્રતિએ વિજય મેળવી ભારતને સદાને માટે યવન હુમલાઓથી મુક્ત કર્યું એટલું જ નહિ પણ વિજેતા રાજવી તરીકે તેને નજરાણમાં એટલો બધો સુવર્ણ ભંડાર અને રને મળ્યાં કે જેનાથી અવન્તીને રાજ્યખજાને ઉભરાવા લાગ્યો. ઉપરોક્ત છતાએલા પ્રદેશમાંથી રાજ્યની આમદાનીમાં કરોડ રૂપિયાનો વધારે થયે, એટલું જ નહિ પણું વ્યાપારિક ક્ષેત્રફળ પણ વિશેષ પ્રમાણમાં વધ્યું અને તેથી પ્રજામાં આબાદી અને સમૃદ્ધિ ફેલાઈ.
ગ્રીસથી સિન્ધ સુધીની સરહદ પર પાછા આવતાં સમ્રાટે બહુ જ તકેદારી રાખી હતી કારણ કે તેમને આંતરિક દગાની ધાસ્તી રહેતી હતી કે જેને અનુભવ સ્વ. મહારાજા ચંદ્રગુપ્તને થયા હતા, છતાં આ વીર રાજ્યપુત્રનાં વીરતાભર્યા આક્રમણદ્વારા તેની જીત અપૂર્વ અને એટલી બધી તો અજોડ બની કે ગ્રીસ શહેનશાહ જેવાને પણ આવા બળવાન સામ્રાજ્ય સાથે હૃદયની સાચી મિત્રતા જ રાખવામાં લાભ જણાય.
સિધુ નદીથી પાછાં ફરતાં વિજેતા સંપ્રતિને પોતાના પૂર્વજોએ જીતેલા પ્રદેશો જેવા કે સારાષ્ટ્ર, કચ્છ, મધ્ય કાઠિયાવાડ, ખંભાત અને ગુજરાત આખામાં અપૂર્વ માન મળ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ફરી બેઠેલ મુસલમાન હાકેમને યુદ્ધથી તાબે કરવો પડ્યો. ત્યાંથી મારવાડ અને રાજપુતાનાના જે રાજ્ય સમ્રાટ અશોકની સત્તા માન્ય કરતા ન હતા તેમને મજબૂત રીતે કાબુમાં લાવી સમ્રાટ સંપ્રતિ ભારતને વિજેતા રાજવી બને. આ પશ્ચિમોત્તર પ્રદેશોની જીતમાં અગાઉ યવન બાદશાહો દ્વારા ભારતની લુંટાયેલ લક્ષમીમાંથી સુવર્ણ, માણેક, મોતી, પન્ના, નિલમ, ઉચ્ચ કારીગીરીના કિંમતી ગાલીચાઓ, સુંદર નકીદાર સુવર્ણનાં વાસણ, તેમજ ઉત્તમ પ્રકારની ધાતુઓ તથા સેના રૂપાને માટે સંગ્રહ નજરાણામાં પુનઃ પ્રાપ્ત કરી અઢળક ધનસંપત્તિ સહિત, મહારાજા સંપ્રતિ પિતાના પાટનગર ઉજજૈનમાં લગભગ ત્રણ વસે આવી પહોંચે.