________________
२७६
સમ્રાટું સંપતિ સત્તા અવન્તી મારફતે આ કાળે ભારતમાં લગભગ સાર્વભૌમપણાને પામી ચૂકી હતી. આ મહાન કાઠી પ્રદેશો તથા દક્ષિણેત્તર આંધ્ર પ્રાંતની જીતના અંગે ગ્રંથિક પુરાવાઓ મળી આવે છે. નિશીથચૂર્ણિકાર તથા કલ્પચૂર્ણિકાર નીચે પ્રમાણે દર્શાવે છે –
" तेणे सुरट्ठविसयो अंधा दमिला यो ओयविला ।” निशीथ " ताहे तेण संपइणा उजेणी आई काउं दख्किणावहो सको। तत्थ ठिण्ण वि अञ्जावितो"
कल्पचूर्णी
માતાને સબંધ
એક સમયે મહારાજા સંપ્રતિ પોતાની માતા શરદશ્રી પાસે બેસી ધાર્મિક ચર્ચા કરતા હતા તે સમયે માતાએ પુત્રને નીચે મુજબ હદયંગમ બધ આપે –“હે વત્સ! તેં પરદેશી યવન તથા અનેક બલી દુશ્મન રાજાઓને જીતી તારા સામંત બનાવ્યા છે. જો કે જગતની દૃષ્ટિએ તે માર્યરાજ્યકુળ ઉજજવળ બનાવ્યું ગણાય; પરન્તુ લાખે મનુષ્યની હિંસાના ભેગે મેળવેલ જીત પ્રાણુતે પણ કયા રાજવીને હિતકર થઈ છે કે જેના વેગે લાખો જીને સંહારક ધર્મભાવનાહીન રાજવી સ્વર્ગે જઈ શક્ય હોય? વીર પુત્ર, દુનિયાને જીતનાર ચક્રવતી જેવા રાજાઓ પણ ધર્મહીનતાને કારણે બહુધા કરી નર્કગતિને જ પામ્યા છે.
વહાલા તનુજ, પૃથ્વી તે સદાકાળ તલવારને જ નમતી રહી છે. બેશક, વીરપુરુષ પૃથ્વી જીતે, શસ્ત્રોના બળે શત્રુને હરાવે–એવું અનાદિ કાળથી ચાલતું જ આવ્યું છે. વિજેતા રાજવીની માતા કદાપિ કાળે નારાજ તે ન જ થાય, તેણે પુત્રને પરાક્રમથી પ્રકુલ્લિત જ થાય; છતાં સમજુ અને જ્ઞાની માતાએ પોતાના પુત્રની ગતિ સુધારવા જરૂર ધર્મ–પ્રતિબોધ આપે તે જ પ્રમાણે હે વીર પુત્ર, તે જેવી રીતે સામ્રાજ્યની જીત મેળવી છે તે જ પ્રમાણે આ ધમી તરીકે ત્યારે આત્મકલ્યાણ સાધી તે ઉચ્ચ ૦ આરાધક બનીશ ત્યારે જ તું ખરે ભાગ્યાત્મા અને પિતૃકુળને તારનાર થયો ગણાય.
વીર પુત્ર! રણક્ષેત્રમાં થએલ અસંખ્ય જીવોના નાશનું ફળ (શિક્ષા) જરૂર ભેગવવું જ પડે, અને તેના યેગે જે તેટલું જ ઉત્કૃષ્ટ તપ અને ધર્મસેવન વિજેતા રાજવીથી ન થાય તે તે ધર્મરહિત નૃપતિની ગતિ નરક સિવાય બીજી ન હોઈ શકે માટે મારી તને ખાસ ભલામણ છે કે હવે રણક્ષેત્રથી સંતેષ પામ અને ધર્મભાવના તરફ વળી ધાર્મિક કાર્યો કર.”
ખરેખર પુત્ર-હિતસ્વી માતાઓ જ પ્રસંગ આવ્યે પુત્રને સાચા અક્ષરો કહેવામાં પાછી પાની ન જ કરે. ઈહલેકિક સુખ કરતાં પારલેકિક સુખની શ્રેષ્ઠતા અનંતગણી છે.