________________
યુગપ્રધાન પટ્ટાવલીને અંગે એક અગત્યના ખુલાસા
૨૬૯
અશાક જેવા મગધ સમ્રાટોના સંબંધ સાધી ભારતમાં જૈનધર્મને રાજ્યધર્મ તરીકે બનાવવાના અમૂલ્ય લાભ તેમને પ્રાપ્ત થયા. જેમાં માવંશી રાયકુટુખ શ્રી આ મહાગિરિજી તથા શ્રી આર્ય સુહસ્તિ મહારાજના તેમજ તેમના શિષ્ય સમુદાયના નિકટ સંબંધમાં રહી જૈનધર્મીના આદર્શ ધર્મોપાલકો અન્યા હતા. ડા. સ્મિથ કહે છે કે આ કાળે જૈનસાધુએ ભારતના રાજ્યસંચાલનમાં ખાસ સલાહકારાની ગરજ સારતા હતા અને તેની અમૂલ્ય સલાહથી મા વંશની કીર્તિ ભારતમાં ગરજી હતી.’
•
જ્યારે શ્રી આ મહાગિરિ મહારાજે વી. નિ. ૨૪૫ માં યુગપ્રધાનપદના નિક્ષેપે કર્યો ત્યારે તેમની પાટે યુગપ્રધાન તરીકે શ્રી આર્ય સુહસ્તિ મહારાજની સ્થાપના થઇ. તે વીર નિર્વાણું ૨૯૧ સુધી એટલે ઇ. સ. પૂર્વે ૨૩૬ સુધી વિદ્યમાન હતા કે જેઓની છત્રછાયામાં રહી મહારાજા સ`પ્રતિએ જૈનમંદિરમય ભારત બનાવ્યું. આ પ્રસંગને લગતા સવિસ્તર વૃત્તાંત હવે પછીના ખંડમાં રજૂ કરવામાં આવશે.