________________
૨૬૮ -
સમ્રાટું સંપ્રતિ પણ “ઉનેદરી” કહેતાં માંડ માંડ પૂરું પેટ ભરાય એવી રસોઈ થતી હતી. તેમજ એક જ વખતના ભોજનમાત્રથી શ્રીમંત ગણાતા શ્રાવકસમુદાય પણ સંતોષ માનતો હતો.
આ સમયે કેશબીનગરીમાં શિષ્યસમુદાય સાથે વિહાર કરતા કરતા જઈ ચઢેલ બને આચાર્યદેવને સમ્રાટ સંપ્રતિના પૂર્વભવના “દુમક” નામના જીવને દીક્ષા આપવાની અલભ્ય તક સાંપડી, જેમાં મકને ચારિત્ર્ય અંગીકાર કરાવી તેનું રંકમુનિ નામ રાખી તેને આર્ય સુહસ્તિ મહારાજના શિષ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા.
. માત્ર એક જ દિવસના દીક્ષા પાલનમાં આ રંકમુનિએ અતિસારના દરદથી વ્યાધિગ્રસ્ત થઈ શુકલધ્યાને કાળ કર્યો. અને એક જ દિવસના ચારિત્ર-પાલનના પ્રભાવે અને મૃત્યુ સમયે ચઢેલ શુકલધ્યાનના ગે તે રંકમુનિના જીવે ત્યાંથી કાળ કરી મર્યવંશમાં અંધ પિતૃભક્ત રાજ્યપુત્ર કુણાલને ત્યાં વી. નિ. ર૭૦-૭૧ માં મહારાજા સંપ્રતિ તરીકે જન્મ લીધો. અને તે જ વર્ષે શ્રી આર્ય મહાગિરિ મહારાજે ગજાગ્રપદ તીર્થ (દશાર્ણ પુર) સ્વર્ગવાસ કર્યો. સંપ્રતિને તે જ વર્ષમાં દશ માસની કુમળી અવસ્થાએ જ અવન્તીની રાજ્યગાદી પ્રાપ્ત થઈ.
કાળગણના પ્રમાણે યુગપ્રધાન પટ્ટાવલીને પ્રથમ અંક નંદવંશના રાજ્યોમલની સમાપ્તિ થતાં ઈ. સ. પૂર્વે ૩૧૭ માં એટલે વીરનિર્વાણ ૨૧૦ માં બદલાયે.
યુગપ્રધાન શ્રી સ્થૂલભદ્રજી મગધ સામ્રાજ્ય ઉપર મર્યવંશની સ્થાપના થયા પછી પાંચ વર્ષ સુધી જીવવા પામ્યા હતા અને તેમને વીરનિર્વાણ ૨૧૫ કહેતાં ઈ. સ. પૂર્વે ૩૧૨ માં સ્વર્ગવાસ થયો હતો.
શ્રી સ્થૂલભદ્રજીએ સ્વર્ગવાસ કર્યા પૂર્વે શ્રી આર્યમહાગિરિ અને આર્યસુહસ્તી નામના બે શિષ્યોને દીક્ષા આપી હતી. તેમને બાલ્યાવસ્થાથી જ યક્ષા નામની આર્યા(સાધ્વી)એ માતાની જેમ ઉછેર્યા હતા તેથી મહાગિરિ અને સુહસ્તી એવા તેમના નામની પૂર્વે “આર્ય” એવું પદ જોડવામાં આવ્યું હતું. તેઓ બન્ને પરિષદેથી નિર્ભય થઈને ખર્શની ધારા જેવું તીવ્ર અને નિરતિચાર ચારિત્ર પાળતા હતા. સ્થૂલભદ્રજીના ચરણકમળમાં મધુકર સમાન અને મહાપ્રજ્ઞાવાળા, અગિયાર અંગસહિત દશપૂર્વ ભણ્યા. પછી શાંત, દાંત, લબ્ધિવંત, અભ્યાસી, આયુષ્યમંત, વચનકુશળ અને દઢભક્ત એવા તે બન્ને શિષ્યોને આચાર્યપદ ઉપર સ્થાપી સ્થલભદ્ર મહાત્મા સ્વર્ગવાસી બન્યા.
જેમાંથી શ્રી આર્યમહાગિરિ મહારાજ ઈ. સ. પૂર્વે ૩૧૨ થી ૨૮૨ સુધી એટલે કે વી. નિ. ૨૧૫ થી ૨૪૫ સુધી ૩૦ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. બાદ યુગપ્રધાનપદને નિક્ષેપ કરી તેઓ જિનકલ્પી સાધુ તરીકે મહારાજા સંપ્રતિના જન્મકાળ સુધી અથવા તે દુમકના જીવને પ્રતિબંધ પમાડ્યા બાદ થોડા સમય સુધી વિદ્યમાન હતા.
તેમના યુગપ્રધાન સમયે મહારાજા ચંદ્રગુપ્ત અને મહારાજા બિંદુસાર અને મહારાજા