________________
પ્રકરણ ૧૫ મું.
યુગપ્રધાન પટ્ટાવલીને અંગે એક અગત્યને ખુલાસે. રાજકાળગણના સાથે સંબંધ ધરાવતી યુગપ્રધાન પટ્ટાવલીને સુસ્થાને ગ્ય પરિચય આપવાની ખાસ જરૂરિયાત ઉપસ્થિત થવાથી ચાલુ ઈતિહાસને પ્રમાણભૂત દર્શાવવા ખાતર અમે યુગપ્રધાન આચાર્યોના અંગે આ સ્થળે નીચેને ખુલાસો રજૂ કરીએ છીએ –
આ પૂર્વે વિ. નિ. ૨૧૫ માં શ્રી સ્થૂલભદ્રજીને સ્વર્ગવાસ થતાં તેમણે પિતાના બને શિષ્યો આર્યમહાગિરિ અને આર્ય સુહસ્તિ મહારાજ પૈકી શ્રી આર્યમહાગિરિ મહારાજ વડિલ હેવાથી શ્રી લભદ્રજીએ શ્રી આર્ય મહાગિરિજીને યુગપ્રધાનપદે સ્થાપ્યા, અને સાધુગણને ભાર વડિલ આચાર્ય તરીકે તેમને સુપ્રત કર્યો.
આ સમયે યુગપ્રધાનપદની પ્રાપ્તિ ધરાવનાર શ્રી આર્યમહાગિરિ મહારાજ જિનકલ્પી સાધુની તુલના કરતાં ઉચ્ચકેટીની ક્રિયા અને ભાવનાથી રહેવા લાગ્યા. તેમને સાધુસંપ્રદાયને ભાર તેમજ ચતુર્વિધ જૈન સંઘની સંભાળને ભાર આત્મહિતાર્થે બાધાકર્તા થઈ પડ્યો, એટલે તેમણે કાળ અને સંજોગ તપાસી વી. નિ. ૨૪૫ માં સાધુગણને ભાર શ્રી ચતુર્વિધ સંઘની સંમતિથી શ્રી આર્ય સુહસ્તિ મહારાજને સુપ્રત કર્યો અને પોતે જિનકલ્પીની તુલના માફક એક જિનકલ્પી સાધુના જેવા આચારથી આત્મહિતાથી બન્યા છતાં શ્રી આર્ય સુહસ્તિ મહારાજના સ્નેહને અનુસરી તેઓ તેમની સાથે જ બહુધાએ વિચરતા હતા. આ કાળે બને આચાર્યદેવે વરચે સનેહભાવ ઘણે જ અનુકરણીય હતો.
વી. નિ. ર૭૦-૭૧ ના ગાળામાં શ્રી. આર્યસુહસ્તિ મહારાજ (યુગપ્રધાન) અને જિનકલ્પી શ્રી આર્ય મહાગિરિ મહારાજ વિહાર કરતા કરતા કેશંખીનગરીએ જઈ ચઢ્યા. આ સમયે ભયંકર દ્વાદશવષય દુકાળ ચાલતો હતો. જેમાં શ્રીમંત ગણાતા શ્રાવકેને ત્યાં