________________
સમ્રાટ્ સંપ્રતિ
વામાં આવતા હતા. મા કાળમાં આ આંધ્ર જાતિ બહુ શક્તિશાળી હતી કે જેઓએ મા સામ્રાજ્યના પતન બાદ વિસ્તૃત સત્તા જમાવી હતી, તેમજ પ્રાચીન ઇતિહાસકારોના કથન પ્રમાણે આ પ્રાંતાના મુખ્ય શહેરામાં જૈનસાધુ સંપ્રદાય ઉપર અને જૈનધમીએ ઉપર અત્યંત અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. આ પ્રાંતા પણ માર્ય સામ્રાજ્યમાં સમાએલા હતા.
આ પ્રમાણે મગધ સામ્રાજ્યની સીમા ભારતવર્ષમાં ચારે દિશાએ પ્રસરેલી હતી. આવા વિશાળ પ્રદેશમાં સુંદર વ્યવસ્થા જળવાઇ રહે અને રાયકલહ ઉત્પન્ન ન થાય તેવી રીતે રાજ્યકુમારેાને રાજ્યવ્યવસ્થા સ્વતંત્ર રીતે સુપ્રત કરી રાજ્યકલહનું નિવારણ કરવામાં આવ્યું હતું.
.
માદ મહારાજા અશેાકે વિજયાદશમીના દિવસે મહત્ત્વતાભર્યો ઐતિહાસિક રાજ્યદરખાર ભરી મગધ સામ્રાજ્યના રાજ્યવહીવટની વ્યવસ્થાના ભાર ઉમ્મરલાયક રાજ્યકુમારીને ઉપર જણાવ્યા પ્રમાણે સુપ્રત કર્યાનું જાહેર કર્યું અને અવન્તી પ્રાંત કે જે મગધ સામ્રાજ્યની રાજધાનીનું કેન્દ્રસ્થાન ગણાતું હતું અને જે ભારતનું દ્વિતીય મહત્ત્વતાભર્યું વ્યાપારિક નગર ગણાતું હતું તેની રાજ્યગાદી રાજ્યપાત્ર સંપ્રતિને અર્પણ કર્યાનુ જાહેર કર્યું. મહારાજા અશેકે દશ જ માસના આ ખાળશિશુ સ’પ્રતિને અવન્તીપતિ તરીકે અને મગધ સામ્રાજ્યના યુવરાજ તરીકે તિલક કરી મગધ સામ્રાજ્યના ભાવી સમ્રાટ અનાન્યે. આ ઐતિહાસિક બનાવ ઇ. સ. પૂર્વે ૨૫૭ એટલે વીરનિર્વાણુ ૨૭૦-૭૧ માં બન્યા હતા અને તે જ વર્ષે અવન્તી ઉપર મહારાજા સંપ્રતિની આણ ફેરવવામાં આવી હતી.