________________
વફાદાર ધાવમાતાની ઐતિહાસિક સેવા
૨૫૯ ભક્તિનાં મધુરાં ભજનથી સર્વેની આશા પરિપૂર્ણ કરે છે. જે આપશ્રીની આજ્ઞા હેય તે હું તેને બોલાવી લાવવા પ્રતિહારીને હુકમ કરું.” રાજાજ્ઞા મળતાં પ્રધાને સુરદાસને બેલાવવા પ્રતિહારીને રવાના કર્યો.
સમય દિવસના ત્રીજા પહેરને હતે. રાજ્યદરબારમાં હમેશાં સમ્રાટ માટે અંધ પુરુષનાં દર્શનને પ્રતિબંધ હોવાથી સમ્રાટ અને સીતારવાળાની વચ્ચે સફેદ ચાદરને એક પડદે બાંધવામાં આવ્યું. દરબારના એક વિભાગમાં સ્ત્રીવર્ગને બેસવાની શેઠવણ કરી તેની આડે ચક (પડદો) બાંધવામાં આવ્યો.
રાજ્યઆજ્ઞા પ્રમાણે અંધ સીતારવાળે આવી પહોંચે. પ્રતિહારી એને, તેને માટે નિયત કરેલ જગ્યાએ લઈ ગયે. રાજ્યસભા આ સમયે ચિકાર ભરાએલ હોવા છતાં ટાંચણી પડે તે પણ સંભળાય તેવી શાંતિ વ્યાપી હતી.
સુરદાસ માટે સમય બરાબર પરિપૂર્ણ કસોટીને હતે. પિતાના ધ્યેયને બરાબર સમજનાર ગાયકે રાજ્યસભા અને મહારાજને પ્રસન્ન કરવા અર્થે ઉચ્ચ કેટીનાં આધ્યાત્મિક ભજનની શરૂઆત કરી. સુરદાસે પિતાને પ્રિય વાજીંત્ર સીતારના સુરે બરાબર ગોઠવી સંગીતની લહેર છેડી.
સુરદાસના સંગીતે જોતજોતામાં રાજ્યસભામાં એવું તે સુંદર વાતાવરણ આચ્છાદિત કર્યું કે તેના ગે રાજ્યસભા સંગીતના તાનમાં લુબ્ધ થઈ ડોલવા લાગી. એટલું જ નહિ પરંતુ ખુદ સમ્રાટુ અશોક પણ સુરદાસની ભજનશૈલી તથા મધુરા કંઠ ઉપર આકર્ષાઈ તેના ઉપર અત્યંત પ્રસન્ન થયો, અને તેણે સુરદાસને કહ્યું કે “હે કિન્નર! આ સમયે હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માટે તું માગે તે આપવા હું તત્પર છું.’
રાજ્યસભા મહારાજાના આ જાતના વરદાનથી આશ્ચર્યચકિત થઈ અને આનું પરિણામ શું આવે છે તે જાણવા આતુર બની. મહારાજાનું વરદાન સાંભળી અંધ સીતારવાળાએ વરદાનની માગણીમાં મહારાજા પાસે “કાકિણી” માગી.
રાજ્યસભામાં હાજર રહેલ અમલદારવર્ગ અંધ સીતારવાળાની કાકિણીની માગણીથી વિચારમાં પડ્યો અને સભામાં હાહાકાર મચી ગયે. મહારાજાશ્રીએ મંત્રીશ્વરને પૂછ્યું કે– હે મંત્રીશ્વર, આપ તથા અન્ય અમલદારવર્ગ કાકિણીની માગણીમાં કેમ મુંઝાયા છે તેની સમજ પડતી નથી. જેના જવાબમાં સુજ્ઞ રાજપુરુષોએ કહ્યું કે-“હે રાજન ! આ સીતારવાળાએ વરદાનમાં કાકિણી એટલે આપનું સામ્રાજ્ય માંગ્યું છે.” ખૂદ મહારાજા અશોક આ રીતની માગણીથી મુંઝાય અને જેને સ્વપને પણ ખ્યાલ ન હતો કે અંધ સીતારવાળો વરદાનમાં સામ્રાજ્યની માગણી કરવાની હિંમત કરશે.
અતિ શાંતતા વચ્ચે મહારાજાશ્રીએ અંધ સીતારવાળાને કહ્યું કે-“હે સુરદાસ! તને