________________
૨૫૮
સમ્રા સંપ્રતિ ઉપર મરી ફીટે છે. મગધના મોટા મોટા અધિકારી અને ઉમરાવને ત્યાં આ સુરદાસનાં ભજનો થવા લાગ્યાં અને આ અંધ સતારવાળો પણ આમંત્રણેને સ્વીકાર કરી અદ્દભુત સંગીતકલાથી સહુનાં દિલ રંજિત કરવા લાગ્યા.
સંગીતપ્રેમી મોટા અધિકારીઓ અને શ્રીમતે સારી સારી લાલચ આપી સુરદાસને પોતાને ત્યાં રહેવા લલચાવે છે, પરંતુ સુરદાસ કેઈના ગૃહે રહેવાની ખુલ્લા શબ્દમાં ના પાડે છે. ભજનના બદલામાં અમીરે તરફથી અપાતી કિંમતી ભેટને પણ અસ્વીકાર કરી સાદા ભેજન માત્રથી તે સંતોષ માને છે. આ પ્રમાણે વિશાળ પાટલિપુત્રમાં આ ત્યાગી સુરદાસની ખ્યાતિ રંકથી માંડી રાજા સુધી પહોંચી ગઈ.
અનેક સરદારેએ આ સુરદાસને નામ, ઠામ વિગેરે પૂછતાં પરંતુ તે તેના જવાબમાં એટલું જ જણાવતો કે “હું સુરદાસ અને સતારવાળો છું. આ સતાર એ જ મારું કુટુંબ છે, પ્રભુ એ જ મારાં માબાપ છે અને આ લાકડી એ જ મારા જીવનનો આધાર છે.”
એક દિવસ રાત્રિના પાછલા પ્રહરે કુળદેવીએ સ્વપ્નમાં સમ્રાટ અશોકને દર્શન દીધાં અને દેવીએ સમ્રાટના હાથમાં એક બાળશિશુ મૂકીને તેને મગધની રાજ્યગાદી અર્પણ કરવા આજ્ઞા કરી. રાજા બીજું કંઈ પૂછે તેવામાં દેવી અંતર્ધાન થઈ ગઈ. સમ્રાટ અશોકે આ શુભ વનનું ફળ મગધની રાજ્યગાદી માટે લાભદાયક માન્યું, અને કંઈ પણ નવાજૂની બનવાની છે એ તેણે મન સાથે નિશ્ચય કર્યો.
યુવરાજ કુણાલ જેવા વીરપુત્રને અંધાપો મળવાથી અને મહેન્દ્રના સંન્યસ્ત થવા પછી ગાદી માટે એગ્ય વારસ ન હોવાથી સમ્રાટને અત્યંત ફીકર રહેતી હતી તેમાં આજના સ્વપ્નથી સમ્રાટ અંતરમાં હર્ષઘેલા થયા અને જરૂર કુળદેવીને પણ મગધની ફિકર છે એવી તેની ખાત્રી થઈ ચૂકી.
તે જ દિવસે સમ્રાટ અશોકે દરબારમાં નિત્યકાર્ય કર્યા પછી રાજ્યની નવાજુની સમજવા મંત્રીને નિત્યનિયમ પ્રમાણે પ્રશ્ન કર્યો, જેના જવાબમાં રાજ્ય મંત્રીએ કહ્યું કે-“મહારાજ, હમણાં થોડા દિવસથી નગરમાં “એક અંધ ગાંધર્વે પોતાના આધ્યાત્મિક ભજનોની ધૂનથી પાટલિપુત્રને ઘેલું બનાવી મૂક્યું છે. મહારાજ ! છુપા વેશમાં આવેલ દેવતાઈ ગાંધર્વ સિવાય આવું મધુરું સંગીત અને મીઠો સૂર કેઈનાથી નીકળી શકે નહિ. તેનું સંગીત સાંભળતાં મનુષ્ય સાથે પશુપક્ષી પણ ડોલાયમાન અને લુબ્ધ થાય છે, છતાં અફસોસની વાત તો એ જ છે કે આ કળાવંત પુરુષને વિધાતાએ અંધ બનાવ્યા છે. મહારાજ તે અંધ અત્યારે આપના નગરમાં છે અને તેના આધ્યાત્મિક ભજન આપે સાંભળવાં એવી મારી આપને અરજ છે. મહારાજ, આ કિન્નર રંક સ્થિતિમાં હોવા છતાં પણ તે કેઈનું દાન લેતો નથી એટલું જ નહિ પણ તે ગરિબ યા શ્રીમંત સર્વ તરફ પ્રેમદષ્ટિએ જોઈ, દરેકનાં આમંત્રણને માન આપી પ્રભુ