________________
૨૬૦
સમ્રાટું સંપ્રતિ રાજ્યથી શી નિસ્બત છે?” ત્યારે તેણે પોતાને ગૂઢ ભેદ ખેલતાં જણાવ્યું કે-મહારાજ, આ સુરદાસ કાકિણીની માગણી યોગ્ય કારણસર જ કરે છે. પ્રતાપી મહારાજ, મારી માગણી યોગ્ય છે યા નહિ તેની ખાત્રી આપને ત્યારે જ થશે કે જ્યારે આપ મારા અભેદ્ય ભેદને સ્ટ્રેટ સમજશે.’
રાજ્યસભા આ સમયે એટલી બધી તે આશ્ચર્યચકિત બની હતી કે શું મહારાજા અશોકના વરદાનની પરીક્ષા અર્થે કઈ દેવ યા તે દાનવ નથી આવ્યું ને? સના આશ્ચર્ય વચ્ચે સુરદાસે નીચેની પંક્તિ બેલી સેના હૃદયને ખળભળાવી મૂક્યું.
આર્યા-ગીતિ. પ્રબળ પ્રતાપી નરપતિ, મિાય વંશના આદ્ય પુરુષ રાજે, ચંદ્રગુપ્ત પૃથ્વીપતિ, બિંદુસાર પછી અશકશ્રી ગાજે; પિતુ આજ્ઞાને માન આપી, લોચન અર્પણ કીધ અનુરાગે,
તે કુણાલ આજે આવી, પિતા પાસે કાકિણી માંગે. આ ગૂઢ અર્થસૂચક ગીતિ સુરદાસે પિતાના ચક્ષુનાં વહેતાં અથુપ્રવાહ વચ્ચે એવી રીતે અસરકારક શબ્દમાં સંભળાવી કે જે સાંભળતાં જ સમ્રાટુ સાથે સભાજનેનાં ચક્ષુઓ પણ અશ્રુથી ભિંજાયા.
સમ્રાટે વહેતા અશ્રુપ્રવાહ વચ્ચે રડતાં રડતાં પૂછયું કે “કેણ! વહાલો અંધ રાજપુત્ર કુણાલ! શું તને આવી દુઃખુદ રિથતિએ તારો પિતા જોઈ રહ્યો છે !”
હા, પૂજ્ય પિતાજી.” તરત જ પડદે ખસેડી સમ્રાટ ભરસભામાં કુણાલને ભેટી પડ્યો અને પિતા પુત્ર બંને ચોધાર અશ્રુથી રોવા લાગ્યા.
“વહાલા પુત્ર કુણાલ, તારી અંધ અવસ્થાએ રાજ્યને તું શું કરીશ? મેં તે તને યુવરાજપદે સ્થાપી અવન્તીની ગાદી તારા માટે મુકરર કરી હતી એટલું જ નહિ પણ મારો ઉત્તરાધિકારી વારસ બનાવી તેને મગધને યુવરાજ બનાવ્યો હતો છતાં તારા ભાગ્યમાં રાજ્યગાદીના બદલે આ સ્થિતિએ અંધાપે નિમિત્ત થયે હશે તેને હે વત્સ! કોણ મિસ્યા કરી શકે ?
विधात्रा सा लिखिता ललाटे अक्षरमालिकाः ।
न तां मार्जयितुम् स्वशक्याऽपि अतिपंडिताः ॥ કુણાલે કહ્યું કે–“પૂજ્ય પિતાશ્રી, આપ જે વસ્તુ સમજાવવા માગે છે તે હું સારી રીતે સમજું છું. માત્ર મારે ત્યાં જન્મેલ બાળશિશુ “સંપ્રતિ ” અથે જ કાકિણીની ભિક્ષા