________________
૨૫૦ ,
સમ્રા સંપતિ મળી આવે છે. આ શિલાલેખે ઉપરથી સમજાય છે કે આ બધી ગુફાઓને જેનેનાં ધાર્મિક કાર્યો માટે ઉપયોગ કરાયો હતો. કારણ જૈન સાધુઓએ અનેક સૈકા સુધી આ ગુફાઓને ઉપયોગ કર્યો છે.
(જુઓ ઉત્તરહિંદનો ઈતિહાસ B. D. G. Pp. 24) કુમારપર્વત અને કુમારી પર્વતને લગતે હેવાલ સાતમા ખંડમાં સવિસ્તરપણે આપવામાં આવેલ છે.
તેવી જ રીતે “અહૂિંસા પરમો ધર્મ” ના જીવરક્ષાના મહાન કાર્યોમાં, નિર્દોષ પશુપક્ષીઓને મહારાજા અશોક પૂર્ણ પશ્ચાત્તાપના કારણે ધર્મ અશક તરીકે મહાન અભયદાતા 'બ હતો કે જેણે સામ્રાજ્યના દરેક વિભાગો ઉપર પશુ-પક્ષીનાં વધને સર્વથા પ્રતિબંધ મૂક્યો હતો જેને પરિણામે પોપટ, મેના, અરુણું, ચકર હંસ, નાદિમુખ, ઘેલાડ, ચમરી ઘટ્ટ, અંબાર પીલિકા, દુગ્ધી, માછલી, દેડકાં, વેદવ્યયક, ગંગાકુકુટક, સંકુચમસ્ય, કાચબા, સાહી, થર્ણશશ, બારશીંગા, સાડ, એક, એરંડ, મૃગ, કબુતર, (સફેદ અને શ્યામ કબુતર) અને એ સિવાય ઉપગમાં ન આવનાર ચોપગાં પશુના વધને તેણે નિષેધ કર્યો હતે.
તેવી જ રીતે ધાર્મિક દિવસોએ જીવહિંસા ન કરવાને “અમારી ” પડહ તેણે વગડાવ્યું હતું. આ સિવાય દરેક મહિનાની ધાર્મિક મહાતિથિઓ જેવી કે પંચમી, અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા, પુષ્ય અને પુનર્વસુ નક્ષત્રના દિવસોએ તથા ચાતુર્માસિક તહેવારોના દિવસોએ બળદની ખાંધ ઉપર ગુંસરી નાંખવાનું તેણે બંધ કરાવ્યું હતું. તે જ પ્રમાણે ચાતુર્માસના તહેવારોમાં અને ધાર્મિક પર્વોનાં દિવસોમાં તેણે ઘેડા, બળદ અને અન્ય પ્રાણીઓની ખસી કરવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો.
મહારાજા અશોકને કલિંગની ચઢાઈ ઉપરથી અત્યંત વૈરાગ્ય ઉપ હતું અને ત્યારબાદ રણક્ષેત્રના રત પાતથી તે સદંતર અલગ રહ્યો હતો, જેને લગતે વૃત્તાંત અમે પૂર્વેના પ્રકરણમાં આપી ગયા છીએ.