________________
પ્રકરણ ૧૨ મું.
સમ્રા સંપ્રતિને જન્મ. રાજ્યપુત્ર કુણાલને ૧૬ મા વર્ષની વર્ષગાંઠના દિવસે રાજ્યદરબારમાં તખ્તનશીન થવાને લગતે પેગામ મળ જોઈએ તેને બદલે અંધાપે મળે તે હકીકત આપણે પૂર્વે જઈ ગયા છીએ. યુવરાજ કુણાલનાં લગ્ન શરતબાળા નામે ગુણિયલ, પતિભક્ત, સંસ્કારી, જેનધમી બાળા સાથે થએલાં હતાં. કુણાલના અંધાપા બાદ પતિભક્ત નવાવનાએ પાતના દુઃખમાં ભાગીદાર બનવામાં જરાય કચાશ રાખી નહિ.
પતિનેત્રને રંજન કરનાર કિંમતી વસ્ત્રાલંકાર અને વિલાસી જીવનનો ત્યાગ કરી આ બાળ શુદ્ધ, સાદા વસ્ત્રધારિણું આદર્શ ગૃહિણું બની, અને સાથે સાથે પતિની સેવા-ચાકરી કરી, તેમને દિલાસે આપી કુણાલને ઓછું ન લાગે તેવું સુંદર વાતાવરણ સર્જતી.
આ કાળે અવન્તીનું પાટનગર ઉજજૈન, પ્રભુ મહાવીરના જીવનકાળની અદભુત પ્રભાવશાળી પ્રતિમા કે જેનું નામ જીવિતસ્વામી હતું તેના કારણે યાત્રાનું ધામ બન્યું હતું. ઉપરોક્ત જીવિતસ્વામીની પ્રતિમાના દર્શનાર્થે ભારતની ચારે દિશાએથી સાધુસંપ્રદાય અને જેનસ તેમજ યાત્રિકે આવતા હતા, જેને સુગ્ય બંદોબસ્ત અવન્તીની સુપ્રખ્યાત ધર્માત્મા ભદ્રા શેઠાણ તથા અવન્તીનું મહાજન કરતું હતું.
શ્રીમતી ભદ્રા શેઠાણીનો વિશાળ અને વૈભવશાળી મહેલને “શાળા” નામનો એક વિભાગ આ સમયે સાધુઓના નિવાસસ્થાન તરીકે વપરાતો, અને અવન્તી આવનાર સાધુઓ પૈકી ઘણાખરાને ઉતારે તેમને ત્યાં જ રહેતે. સબબ ઉપાશ્રયની સગવડ શહેરમાં હતી નહિ. પ્રભુ મહાવીરના મોક્ષગમન બાદ સાધુગણના વડા તરીકે યુગપ્રધાનની પદવી ધરાવનાર એકાવતારી ચિદ પૂર્વધર મુનિરાજે તથા શ્રુતકેવળી અને લબ્ધિવંત જ્ઞાની સાધુઓનાં સમાગમ મગધ અને અવન્તી આ કાળે અહિંસા પરમો ધર્મના સત્યાત્મક