________________
પ્રકરણ ૮ મું.
મહારાજા અશેક, ઊર્ફે ધર્મ અશેક, ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શન,
ઈ. સ. પૂર્વે ર૭ર થી ર૩૫, વીરનિર્વાણ રપપ થી ર૯ર ઃ ૩૭ વર્ષ યુગપ્રધાન શ્રી આર્ય સુહસ્તિસૂરિ રિનિર્વાણ ૨૪પ થી ર૯૧ સુધી. જિનકહપી શ્રી આર્યમહાગિરિ વીર નિર્વાણુ ૨૪૫ માં યુગપ્રધાનને નિક્ષેપ કરી
વિ. નિ. ૨૬૧ સુધી જીવિત રહ્યા હતા. મહારાજા અશોકને જન્મ ઈ. સ. પૂર્વે ૨૯૫-૯૬ માં મહારાજા બિંદુસારની બ્રાહ્મણ જાતિની મહારાણની કૂખથી થયો હતો. ઐતિહાસિક ગ્રંથોના અવકન પરથી તેમજ બૌદ્ધગ્રંથની સમાલોચનાદ્વારા જાણવાનું મળી આવે છે કે મહારાજા બિંદુસારને સળ રાણીઓ હતી. દરેક રાણીઓને પૂરતો વિસ્તાર હતા. આ સર્વ રાજ્યપુત્રોમાં મહારાજા અશેક એ પાટવીકુંવર ન હતું, છતાં તે અતિ બહાદુર અને વીર હોવાથી તેને મગધની ગાદી મળી હતી. ચૌદ વર્ષની ઉંમરે જે મહારાજા બિંદુસારે તેને રણઘેલે રાજપુત્ર બનાવી, પોતાની પાછળ રાજ્યવ્યવસ્થા સંભાળવા આ વીરપુત્ર લાયક છે એવું વિચારી તેને યુવરાજ પદ અર્પણ કર્યું હતું
અન્ય રાણીના કુમારો અશેક કરતાં મોટી ઉમરના હતા જેથી તેની માતાઓએ અશોક સામે રાજ્યખટપટ ચાલુ કરી. રાજપુત્ર સુસીમની માતા અને સુસીમના પક્ષને પ્રપંચ અશોક માટે પૂરત ભયજનક હતું, છતાં જ્યાં સુધી મહારાજા બિંદુસાર વિદ્યમાન રહ્યા ત્યાં સુધી અન્ય રાણીઓ અને રાજ્યપુત્રોથી અશકની વિરુદ્ધમાં કોઈ પણ જાતની હિલચાલ જાહેર રીતે થઈ શકી નહિ.
રાજ્યપુત્ર અશોકનાં લગ્ન તેની સોળ વર્ષની અવસ્થાએ એસ નગરની એક વણિક કન્યા સાથે કરવામાં આવ્યાં હતાં, કે જેનું નામ પદ્માવતી હતું. પદ્માવતી તેમજ તેનું