________________
મહારાજા અશાક ઊર્ફે ધર્માં અશોક ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શીન
૨૩૫
પિતૃકુટુંબ જૈનધર્મ પરાયણ હતું. પદ્માવતીની કૂખથી ટૂંક સમયમાં આ ઐતિહાસિક ગ્રંથના મૂળનાયક સમ્રાટ્ સંપ્રતિના પિતા કુણાલના ઇ. સ. પૂર્વે ૨૭૭ અથવા ૨૭૮માં જન્મ થયા હતા. કુણાલના જન્મ બાદ પદ્માવતી રાણીનું મૃત્યુ થયું. પશ્ચાત રાજ્યકુમાર અશાકનાં બીજા લગ્ન મગધની એક ઐદ્ધધમી અતિસ્વરૂપવાન તીષ્યરક્ષિતા નામની કન્યા સાથે ઈ. સ. પૂર્વે ૨૭૬-૨૭૭ માં કરવામાં આવ્યાં હતાં. આ રાણીના સ્વરૂપમાં અશેાક એવા તા લુબ્ધ થયા કે તે તીષ્યરક્ષિતાને લગભગ આધીન બની ગયા.
લગ્ન ખાદ પાંચ વર્ષના ગાળામાં આ મહધમી રાણીએ એક કુંવર અને એક કુંવરીના જન્મ આપ્યા, જેમાં કુવર મહેન્દ્રસિંહ મેાટા હતા અને સ`ઘમિત્રા તેના કરતાં એ વર્ષે નાની હતી.
ઇ. સ. પૂર્વે ૨૭૫ ના ગાળામાં રાજ્યકુમાર સુસીમને તેમજ અશેાકને પજામમાં જાગેલ વિગ્રહ શાંત કરવા માટે વારાફરતી જવાનું થયું. મહારાજા હિંદુસારે પોતાના મોટા પુત્ર સુસીમને પંજાબ પહેલા માકલ્યા હતા. આ સુસીમ રાજકુમાર પંજાબ તરફ સારી સેના લઈને ગયા હતા છતાં તે પંજામના વિગ્રહ શાંત કરી શકયા નહિ. એટલે વીર રાજપુત્ર અશાકને મહારાજા બિંદુસારે પંજાબના વિદ્વેાહની શાંતિ અર્થે ચતુર ંગી સેના સહિત માકલ્યા. વીર અÀાકે પંજાબ પહાંચી ભુજબળદ્વારા ત્યાંના વિદ્નેાહને શાંત કર્યાં. વિદ્રોહની શાંતિ થતાં પંજાબની પ્રજાએ આ વીર રાજપુત્રને વધાવી લીધા.
આ બાજુ મહારાજા બિ ંદુસાર ઇ. સ. પૂર્વે ૨૭૩ માં મૃત્યુશય્યાએ પડ્યાના સમાચાર પજામ પહોંચતાં રાજપુત્ર સુસીમ રાજ્યલાભને અંગે પંજાબથી તરત મગધ પાળેા કર્યાં; જ્યારે રાજપુત્ર અશોકને પાછા ન ફરતાં કાશ્મીરના પ્રદેશ સર કરવાની જરૂરીયાત જણાઇ. કારણ કે કાશ્મીર પ્રદેશમાં આ સમયે મગધ સામ્રાજ્ય વિરુદ્ધ વાતાવરણ ઉશ્કેરાતું હતુ, કે જે વાતાવરણ પજાખ પ્રદેશના સંરક્ષણાર્થે મગધની આડે આવતુ હતુ. એટલે વીર રાજપુત્ર અશેાક પંજાબથી પાછા ફરતાં પહેલાં કાશ્મીર પર પેાતાની વીરસેના સાથે ચઢાઇ લઈ ગયા અને ભયંકર યુદ્ધમાં કાશ્મીરનરેશના પરાજય કર્યો. બાદ સધી સમયે કાશ્મીરનરેશે પાતાની રાજ્યકુંવરી રાજ્યપુત્ર અશાકને પરણાવી, અને મહારાજા અશેાક ઇ. સ. પૂર્વે ૨૭૨ માં કાશ્મીર પ્રદેશ જીતી મગધ પાળેા ફર્યાં. આ સમયે મહારાજા બિંદુંસારના સ્વર્ગવાસ થઈ ચૂકયા હતા.
મહારાજા અશાથી કાશ્મીરની રાજ્યકુમારીને એક પુત્રની પ્રાપ્તિ થઇ હતી જેનુ નામ ઝાલાક પાડવામાં આવ્યું હતું. આ રાજ્યપુત્ર લેાકને કાશ્મીરપતિ મહારાજાની ગાદી પાછળથી સ્વતંત્ર રાજવી તરીકે મળી હતી, અને ઝાલેાકના વંશજોએ મગધના બદલે કાશ્મીરના પ્રદેશ પર પાતાની રાજસત્તા જમાવી હતી, અને તે કાશ્મીરના સ્વતંત્ર મહારાજા તરીકે ઓળખાતા હતા. તેના વંશજોએ કાશ્મીરના પ્રદેશના ભાગવટો કર્યા હતા જેને લગતા ઇતિહાસ કાશ્મીર પ્રદેશના ઇતિહાસ રજૂ કરતાં અમે વિગતવાર જણુાવશું.