________________
મહારાજા બિંદુસાર
૨૭૩ ઉત્તરાધિકારી તરીકે એઈટિકસ સેટર રાજ્ય કરતે હતો, અને મેગેસ્થિનીસની જગ્યાએ તેના પ્રતિનિધિ તરીકે ડાયમેચર્સ પાટલિપુત્રમાં હતે.
મહારાજા બિંદુસારની માંદગીને લાભ લઈ પશ્ચિમોત્તર પ્રદેશમાં પાછું કંઈક તોફાન થવાની માહિતી મહારાજા બિંદુસારને મળી, જેના અંગે મહારાજા બિંદુસારની રજા લઈ ભરયુવાવસ્થાએ પહોંચેલ રાજ્યકુમાર અશકે પંજાબ, તક્ષશિલા પહોંચી બળવાને શમાવી દીધે. આ સમયે પંજાબની પ્રજાએ તેને સારો સત્કાર કર્યો. જ્યારે રાજ્યકુમાર તક્ષશિલામાં હતું ત્યારે તેને તેના પિતા બિન્દુસારના મૃત્યુના સમાચાર મળ્યા અને તે ત્યાંથી તરત પાટલિપુત્ર આવ્યા. આ સંબંધમાં દિવ્યાવદાનનાં પૃષ્ઠ ૨૭૧ માં નીચે પ્રમાણે લખાણ છે. ___'अथो राज्ञो बिन्दुसारस्य तक्षशीलानामनगरं विरुद्धम् । तत्र राज्ञा बिन्दुसारेणाशोको विसर्जितः । गच्छ कुमार तक्षशीलानगरं सन्नामय । चतुरङ्गं बलकायं दत्तं यानं प्रहरणं च प्रतिषिद्धम् । यावत् अशोकः कुमारः पाटलिपुत्रानिर्गच्छन् भृत्यैः विज्ञापितः।...श्रुत्वा तक्षशिलानिवासीनः पौराः अर्धनितीयानि योजनानि मार्गे शोभां कृत्वा पूर्णघटं चादाय प्रत्युद्गताः । प्रयुग्दम्य च कथयति । न वयं कुमारस्य विरुद्धाः नापि राज्ञो बिन्दुसारस्य । अपि तु दुष्टामात्याः अस्माकं परिभवं कुर्वन्ति । महता च सत्कारेण તક્ષશિયાના પિતા '
Edited by Cowell & Nid, P. 371 મહારાજા બિન્દુસાર પોતાના પિતાની માફક જૈનધર્મને પાળનાર અને ચુસ્ત ન હતું. આ પ્રમાણિક નિવેદનને ડ થેમસ વધુ ટેકો આપતાં જણાવે છે કે –
‘બિન્દુસાર પિતાના પિતૃધર્મને અનુસર્યો હતો અને અશોકને પણ બાળપણમાં તે જ ધર્મનું શિક્ષણ મળ્યું હતું.'
ઉપર પ્રમાણે પિતાના પિતા ચંદ્રગુપ્તની માફક રાજ્યનીતિને અનુસરી, મહારાજા બિંદુસાર મગધની રાજ્યગાદી પર ૨૫ વર્ષ સુધી ગેરવતાભરી રીતે રાજ્ય ચલાવી મર્ય. વંશની કીર્તિને વધારી હતી, એટલું જ નહિ પણ પંડિત ચાણકયના સહવાસમાં રહી તે દયાળુ અને મહાજન પ્રત્યે અપૂર્વ માન ધરાવનાર બન્યો હતો.
મહાવંશમાં જણાવ્યું છે કે–વચલી સ્થિતિના સનાતન બ્રાહ્મણધમી લગભગ ૬૦,૦૦૦ જેટલા બ્રાહ્મણ સમાજને ભિક્ષાવૃત્તિ પર નિર્વાહ થતે હતો. તેમનું પણ તેણે સુંદર રીતે રક્ષણ કર્યું હતું. એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ મહારાજાએ પિતાના પિતાની માફક દયાળુ ભાવનાઓ રાખી, રાજ્યખજાનાને સદ્વ્યય સંકટનિવારણ કરી પોતાની પાછળ અમર કીર્તિ મૂકી હતી.