SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સમ્રાટ્ સ પ્રતિ પણ મહાજને જ મહારાજા હરિશ્ચંદ્રની ગેરહાજરીમાં જ રાજ્યસત્તા અને રાજ્ય સંભાળ્યું હતું; છતાં મહાજનના હાથે કાઇપણ જાતની ગેરવ્યવસ્થા થવાના દાખલા ગ્રંથાના કોઇપણ પાને જોવામાં આવ્યેા નથી. તે જ માફ્ક મહારાજા રામના વનવાસ દરમિયાન મહાજનના હાથમાં બાર વર્ષ સુધી રહેલ રાજ્યવહીવટમાં મહાજનના હાથે કઇપણ અનિષ્ટ થયાનું કાઇપણ ઠેકાણે નાંધાયું નથી. તેના બદલે ઊલટી તેના સ્થળે મહાજને સુંદર રીતે રાજ્યવ્યવસ્થા સાચવી રાજ્યનીતિ વિકસાવી હતી. આ પ્રમાણેની ઐતિહાસિક નોંધા પ્રાચીન ઇતિહાસને પાને મળી આવે છે. આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે મહાજનના હાથમાં (દેશના હાથમાં ) રાજા અને પ્રજાના સંયુક્ત મળે રાજ્યવહીવટ રહેતાં, તે વહીવટ ચાવ—કૃતિવારી ’ યશસ્વી અને ગૌરવવક થઈ પડે છે. '' X X રાજ્યવહીવટમાં પ્રાચીન નીતિશાસ્ત્રના આધારે પંડિત ચાણાયે પેાતાની તીક્ષ્ણ બુદ્ધિના ઉપયાગ કરી ૬,૬૦૦ àાકના અર્થશાસ્ત્રના માટે ગ્રંથ અલગ અલગ ૨૪ વિભાગમાં રચી રાજ્યનીતિ સમજાવી હતી. X તે જ ગ્રંથાનુસાર પંડિત ચાણાક્યે રાજયવહીવટમાં રાજ્યનીતિના ઉપયોગ કરી શામ, દામ, દંડ ને ભેદની રાજ્યનીતિદ્વારા મગધસામ્રાજ્યને યાગ્ય બંધારણપૂર્વકનું અનાવ્યું કે જેતુ' અનુકરણ કરવા દેશેદેશના પ્રતિનિધિએ પાટલિપુત્ર આવતા હતા. તેના ખંધારણને ચેાગે ભારતના વેપાર જળ અને ખુશ્કી માગે જગતભરમાં અનુસ ધાયા હતા અને ભારત જગતભરની રાજ્યવ્યવસ્થામાં અગ્રસ્થાને ગણાવા લાગ્યું હતું. મહારાજા ચંદ્રગુપ્ત પાસે આ કાળે સૈન્યબળ કેટલું હતુ તેના સંબંધમાં ડૉ. સ્મિથ જણાવે છે કે ૬૦,૦૦૦ પદાતિ, ૩૦,૦૦૦ અશ્વારાહી, ૮,૦૦૦ રથ, ૭૫૦ ગજારાહી સવારા, તથા ૮,૦૦૦ રથારાહી હતા. ડા. સ્મિથના જણાવ્યા મુજબ દરેક રથ અને દરેક હાથીઓ ઉપર ત્રણ ત્રણ કુશળ ધનુર્ધારીએ બેસતા હતા. ,, મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલમાં લશ્કરીખ ચાલીશ કરાડ ઉપરાંતના હતા. તેવી જ રીતે મહારાજા ચંદ્રગુપ્તના કાળમાં દાનની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી, જેથી ગરીબ અને અપંગ વર્ગને મહારાજા ચંદ્રગુપ્તનુ રાજ્ય લેાકપ્રિય થઇ પડ્યું હતુ. કુશળ કારીગરા અને વિજ્ઞાનીઓને રાજ્યસહાયતા સારા પ્રમાણમાં મળતી હતી તેની સાથેાસાથ સાર્વજનિક હિતકાર્યો પર પણ સુંદર નજર રાખવામાં આવી હતી. ખેતીવાડીના અંગે ખેડૂતાને સહાયતારૂપ ગંગા નદીમાંથી અલગ અલગ નહેરાના ફાંટાઓ કાઢી છેક સારાષ્ટ્રના ગિરનાર પર્વત સુધી ખેડૂતાને રાહત આપી હતી. મહારાજા ચદ્રગુપ્તના ધાર્મિક વિશ્વાસ— મહારાજા ચંદ્રગુપ્તની ધાર્મિકતાને અંગે કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાય લખે
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy