________________
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા
२२५ આવે છે. એક હાથે કદાપિ તાળી ન પડે તેવી જ રીતે રાજ્યવહીવટ દેશપ્રતિનિધિ સભાને બાજુએ મૂકી કદાપિ કાળે એકહથ્થુ ચલાવી શકાય જ નહિ. એકહથ્થુ વહીવટનાં પરિણામે વિપરીત આવે છે –
ધારો કે રાજ્યાધિકારી વર્ગ મહાજનથી વિમુખ થઈ અથવા તેના ઉપરવટ થઈ, પ્રજાપ્રતિનિધિત્વપણને વિરોધ કરી રાજ્યાધિકાર ચલાવે તો તેનું પરિણામ સદા ય કુસંપ અને અસંતેષમાં આવે છે.
જ્યારે જરૂરી કાર્યપ્રસંગે યા આક્રમણ સમયે પ્રજાજનની સહાયતાની, સૈન્યબળની અથવા તે રાજનીતિજ્ઞ નેતાઓની કિંમતી સલાહ યા તો મદદની જરૂર પડે ત્યારે પ્રજાની ઉપરવટ થઈ એકહથ્થુ સત્તા દ્વારા રાજ્યવહીવટ ચલાવનાર રાજા અને રાજ્યાધિકારી વર્ગની એવી તે કડી સ્થિતિ થઈ પડે છે કે જેના વેગે સામ્રાજ્યના પાયા ઢીલા અને જર્જરિત બની, એકાંગી જેવા અ૯પજીવી બને છે.
આ પ્રમાણે મહાજનની કિંમતી સલાહ અને સહકાર ન મેળવનાર અને તેનાથી વિમુખ રહેનાર રાજ્યસત્તાઓની સ્થિતિ કઢંગી થઈ પડે છે. મહારાજા કુમારપાળની રાજ્ય પ્રાપ્તિમાં મહાજનની સંમતિ
પૂર્વ પરંપરાના ભારતીય ઇતિહાસ તરફ દષ્ટિપાત કરતાં મહારાજા ભરત, શ્રેણિક, ખારવેલ, કુમારપાળ, ચંદ્રગુપ્ત, અશોક, સંપ્રતિ, મહારાજા ભેજ તથા વિક્રમ આદિ પ્રભાવશાળી રાજવીએ શું કમતાકાત, અને એક હાથે ધરતીને ધજાવવામાં પછાત પડે એવા હતા કે જેમણે નિત્ય તેમના પ્રતિનિધિઓ દ્વારા મહાજનની સલાહ લઈ બહુમાનપૂર્વક મહાજનનું માન તેમજ મરતબો સાચવી રાજ્ય ચલાવ્યું હતું. મહારાજા સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારી રાજ્યપુત્ર કુમારપાળને ગરવી ગુજરાતનું સમ્રાટપદ અર્પણ કરતી વખતે રાજ્યાધિકારીઓએ શું મહાજનનું બહુમાન અને તેની કિંમતી સલાહ માન્ય નહેતી રાખી? 1. આ પ્રમાણે રાજ્યવહીવટ પ્રજાસત્તાક બનાવવામાં પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથિક પુરાવાઓ ઉપર પ્રમાણે મળી આવે છે, કે જેના વેગે ભારત પિતાની ભૂમિને વર્તમાન કાળ સુધી ગૌરવપૂર્વક સંસ્કારી ભૂમિ તરીકે ગજવી શકી છે. પ્રાચીન કાળમાં મહાજને સંભાળેલ સામ્રાજયોને વહીવટ
જે સમયે એકવચની મહારાજા હરિશ્ચ (સત્ય) પરીક્ષામાં પિતાનું રાજ્ય બ્રાહ્મણ સ્વરૂપે આવેલ પરીક્ષા વિશ્વામિત્ર ઋષિને દાનમાં દઈ વર્ષને વનવાસ લેગ તે સમયે