SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા તે મહાજનની મહત્તા ૨૨૭ છે કે પંડિત ચાણાકયે મહારાજા ચંદ્રગુપ્તને ધાર્મિક પરીક્ષાદ્વારા જૈન ધર્મને પ્રમાણભૂત સિદ્ધ કરી બતાન્યા હતા જેને લગતી ખીના નીચે મુજબ છે:— એક દિવસ મહારાજા ચંદ્રગુપ્તના મહેલમાં અંત:પુર નજદિકના એક વિશાળ એરડામાં અલગ અલગ ધર્મના સાધુએને પડિત ચાણાકયે ધમ પરીક્ષા અર્થે ખેલાવ્યા હતા. તે પ્રસંગે મહાબુદ્ધિવાન ચાણાકયે પેાતાની ચાણાકયબુદ્ધિના ઉપયાગ કરી રાજ્યમહેલના અંત:પુર અને આ સાધુઓના મેસવાના દીવાનખાનાની વચ્ચે ખુલ્લી પડતી અગાસીવાળી જમીન પર ચુનાની ભૂકીના ત્રણ્ણા થર પથરાવ્યા હતા કે જે થરના ઉપયોગ તેણે પરીક્ષા ક હતા. અંત:પુરના એરડાઓની નજદિક રૂપલાવણ્ય યુક્ત દાસીઓને એવી રીતે બેસાડવામાં આવી હતી કે તે દાસીએ સામેના ઓરડામાં બેઠેલ સાધુએને જોઇ શકે, અને સાધુએ દાસીઓને જોઇ શકે. આ દાસીઓને આકર્ષક વસ્ત્રાભૂષણ પહેરાવી સુદર રીતે સજ્જ કરી હતી કે જેથી સ્વાભાવિકતાએ મનુષ્યનું હૃદય ચંચળ બની તે તરફ આકર્ષાય. મહારાજા અને પડિત ચાણાયે બન્ને એરડાઓની વચમાં એક એરડામાં એવી રીતે બેઠક લીધી હતી કે તેની ખબર રાજ્યમહેલમાં ધર્મચર્ચા પધારેલ સાધુઓને પડે નહિ. ઉપર પ્રમાણેની વ્યવસ્થા કર્યા બાદ દરેક પંથના સાધુઓને વારાફરતી ધ ચર્ચા મેલાવવામાં આવ્યા. મહારાજા અને પડિત ચાણાકય આદિ રાજ્યવગે ઈરાદાપૂર્વક ગેરહાજર રહી સાધુઓને એકલા જ ઉપરીક્ત એરડામાં બેસાડી રાખ્યા. આ પ્રમાણે લગભગ એકાદ કલાક તેમને રાજ્યમહેલના એરડામાં બેસાડી રાખી તેમની હિલચાલ તરફ સૂક્ષ્મષ્ટિ રાખવામાં આવી. પરિણામે જૈનધર્મ સિવાયના અન્ય દરેક ધર્મના સાધુએ ત્યાં વારાફરતી આવ્યા. સમય મળતાં અંત:પુરની કુતૂહલતા તરફ્ સની ષ્ટિ જતી; અને તેએ પાતાના સ્થાન ઉપરથી ઊઠી અગાસી વચ્ચે જઇ અંત:પુરની દાસીવર્ગની રમતીયાળ ચેષ્ટાએ નીહાળતા. આમ હલન-ચલનમાં તેમની પાદુકાએ પાથરેલ ચુના ઉપર પડતી અને તેથી તેઓના હૃદયની ચંચળતા સમજાઈ આવતી. આવી રીતે દરેક ધર્મના સાધુઓની પરીક્ષા થયા બાદ શ્વેતાંબર જૈન મુનિઓને ખેલાવવામાં આવ્યા. તેમને રાજાના ખાસ એરડામાં બેસાડવામાં આવ્યા કે જે એરડા અંત:પુરના રણવાસની લગાલગ હતા. જૈન મુનિએ પધાર્યા બાદ તેમની પરીક્ષાર્થે મહારાજા ચંદ્રગુપ્ત અને પંડિત ચાણાકય આદિ રાજયગે ગુપ્તસ્થાને બેઠક લીધી. રાજ્યમહેલમાં પધારેલ મહામુનિઓએ મહારાજા ચંદ્રગુપ્ત આદિ રાજ્યવર્ગ જ્યાંસુધી તેમના એરડામાં ન આવ્યે ત્યાંસુધી આ જીતેંદ્રિય સાધુએ મૂર્તિની પેઠે સ્થિર બેસી રહી, સ્વાધ્યાય અને શાસ્ત્રગાણી તરફ્ ધ્યાન પહોંચાડી આવશ્યક ક્રિયામાં લીન થયા. પછી રાજા અને અમલદારવર્ગ ત્યાં આવતા તેમને ધર્મોપદેશ સંભળાવી ભૂમિ તરફ જ નજર રાખી આ જીતેંદ્રિય સાધુએ પેાતાના સ્થાને ચાલ્યા ગયા.’ આ પ્રમાણે ધ પરીક્ષામાં જૈનસાધુએ મહારાજા ચંદ્રગુપ્તને ઉત્તમાત્તમ ક્રિયાપાત્ર
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy