SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સમ્રાટ્ સંપ્રતિ વરસેનિકની પ્રાપ્તિ સફળતાપૂર્વક થતી હતી, તે જ પ્રમાણે પ્રજાને પણ લડાયક જુસ્સો અપૂર્વ હતું. એ કારણે મગધની સેના ભારતમાં વિશાળ અને પ્રભાવશાળી ગણાતી હતી કે જે મગધના વિજયનું મુખ્ય અંગ હતું.' પંડિત ચાણકયે ઉપરોક્ત કારણેને અંગે મગધને સામ્રાજ્ય બનાવવામાં સફળતા મેળવી હતી અને ગણ રાજ્ય તેમજ જનતંત્ર રાજ્યને નષ્ટ કરી પિતાને સામ્રાજ્યવાદ નિષ્કટક રીતે ચાલુ રાખ્યું હતું. - પંડિત ચાણકયે રાજ્યપ્રાપ્તિમાં સૂત્રધાર તરીકે ભજવેલ બહુરૂપીના પાઠમાં તેનાં નીચે મુજબ અલગ અલગ નામે ગ્રંથકાર તરફથી રજૂ કરવામાં આવ્યા છે. वात्सायनः मल्लिनागः कुटिलश्चणकात्मजः । द्रामिलः पक्षिलः स्वामी विष्णुगुप्तोङ्गालश्च सः॥ જેમાં બધાએ કરી રાજ્યસંચાલનમાં અર્થશાસ્ત્રની નીતિના અંગે તેનું નામ ચાણક્ય તરીકેનું વિશેષ પ્રસિદ્ધિ પામ્યું છે. ઈ. સ. પૂર્વે ૩૦૬ માં મગધ સામ્રાજ્યની સતા ભારત પર નિરંકુશ બની ત્યારથી માંડી મહારાજા ચંદ્રગુપ્તના જીવનકાળ સુધી અને તત્પશ્ચાત્ મહારાજા ચંદ્રગુપ્તના મૃત્યુ બાદ પંડિત ચાણક્ય -લગભગ વવૃદ્ધ અવસ્થાએ વાનપ્રસ્થ તરીકે હતા ત્યાં સુધીમાં એટલે લગભગ મોર્યવંશની રાજ્ય સ્થાપના બાદ લગભગ ૪૦ વર્ષો સુધી મગધ સામ્રાજ્યની સામે કેઈએ પણ માથું ઉંચકયાને બનાવ બન્યો હોય એવું જણાતું નથી. મહારાજા બિંદુસારના રાજ્યઅમલ સમયે પંજાબ તરફથી હમલાઓ થયા હતા, ત્યારે મહારાજા બિંદુસારના યુવાન પુત્ર અશેકે પિતાની વીરતાના બળે તેમાં વિજય મેળવી મગધ સામ્રાજ્યની કીર્તિમાં વધારો કર્યો હતો. રાજયવ્યવસ્થા– પંડિત ચાણકયે રાજ્યસંચાલન અંગે નીચે પ્રમાણેની વ્યવસ્થા કરી હતી:– કેન્દ્રિત સરકારની સ્થાપના કરી તેમાં તેણે રાજ્યસંચાલન અંગે ત્રણ વિભાગે બનાવ્યા હતા. (૧) મંત્રીમંડળ, (૨) નગરમહાજન, (૩) અને અન્ય અધિકારી વર્ગ. આ પ્રમાણેની રાજ્ય વ્યવસ્થાની મુખ્ય અંગરચનાને કારણે રાજ્યવ્યવસ્થા સુંદર રીતે સચવાઈ હતી, અને રાજ્યવહીવટમાં કાર્યસિદ્ધિ સારી રીતે થઈ હતી. રાજ્યવહીવટને તેણે નીચેના નવ વિભાગમાં વિભક્ત કરી નાખ્યું હતું. (૧) Minister of Finance ( અર્થ સચિવ. ) (૨) Home Member (Minister) (ગૃહસચિવ. )
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy