________________
મહારાજા ચંદ્રગુપ્તની રાજ્યવ્યવસ્થા ને મહાજનની મહત્તા,
(૩) Minister of War-વિગ્રહ ખાતાને પ્રધાન (8) Minister of Revenue & Agriculture (ūdaislai Halld). (૫) Minister of Justice & Chief Justice (ન્યાયાધીશ અને મેજીસ્ટ્રેટ.) (૬) Minister of Deplomacey (રાજ્યત કાઉન્સલ). (૭) President of Council ( પ્રધાન). (૮) Minister of Law (કાનૂન સચીવ). (૮) નગરશેઠ અથવા નગર મહાજનના પ્રતિનિધિ.
ઉપરોક્ત નવ પ્રકારનાં ખાતાંઓની અલગ અલગ પ્રતિનિધિત્વ દ્વારા રાજ્ય સંચાલનની વ્યવસ્થા પંડિત ચાણકયે શુક્ર અને અભયના નીતિશાસ્ત્ર અનુસારે કરી હતી. તેમાં નગરશેઠ અથવા નગર મહાજનના પ્રતિનિધિની સલાહ લેવામાં આવતી હતી અને મહાજનના પ્રતિનિધિ તરીકે ગણતા નગરશેઠની પ્રજાના વતી થતી માગણીઓ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવતું હતું. પ્રજાસત્તાક વહીવટ–
આ પ્રજાસત્તાક વહીવટને અંગે લખતાં પંડિત ચાણકય જણાવે છે કે “નગરમહાજન શબ્દ ” એ પ્રાચીન સાહિત્યનું અધ્યયન છે કે મહાજનની સ્થાપના રામાયણના કાળમાં થઈ હતી. તેના અંગે પુષ્ટિમાં રામાયણનો દાખલે નીચે મુજબ પંડિત ચાણક્ય આપે છે. “જ્યારે મહારાજા દશરથે રામને રાજ્યગાદી આપવાની ઈચ્છા કરી, ત્યારે તેણે નગરમહાજનને બોલાવી તેના સંબંધમાં પૂછયું હતું.” આ પ્રસંગને અંગે વામિક ઋષિ કહે છે કે –
ब्राह्मणाः बलमुख्याश्च पौरजानपदैः सह । उपतिष्ठति रामस्य समग्रमभिसेचनम् ।
पौरजानपदाचापि नैगमश्च कृताञ्जलिः ॥ સુજ્ઞ વાચક, મહાજન શબ્દની ઉત્પત્તિ પ્રાચીન કાળથી થએલ સમજાય છે, તેને ઉલેખ હસ્તલિખિત ગ્રંથમાં પણ છે. આ વસ્તુને અંગે ઊંડાણભર્યા સંશોધનથી જણાય છે કે રામરાજ્યના સમય કરતાં અધિક પ્રાચીનકાળે મહારાજા વૃષભદેવના ઈવાકુ રાજ્યવંશથી મહાજનને સંબંધ ચાલુ થયો છે કે જેના અંગે મહારાજા ઇષભદેવે ભારતમાં સામ્રાજ્યની
સ્થાપના કરતાં “મહાજન અને તેના પ્રતિનિધિ નગરશેઠની સ્થાપના કરી, મહાજનને રાજ્યવહીવટમાં સુંદર સ્થાન આપ્યું હતું.” રાજ્યવહીવટમાં પિતાને સંપૂર્ણ હક્ક હોવાના કારણે મહાજને રાજ્યવ્યવસ્થામાં સંપૂર્ણ સાથ આપ્યો હતો.