________________
જૈન મુનિના પ્રભાવ ને બિંદુસારના જન્મ
૧૫
ઝરવા લાગ્યાં. પરિણામે અદશ્ય થવામાં કારણભૂત એવું તેમણે નેત્રમાં આજેલ અજન ખાપજળથી પંકની જેમ દૂર થઈ ગયુ. અંજન રહિત ષ્ટિ થતાં તે બન્ને મુનિવરા, પંડિત ચાણાય અને મહારાજા ચંદ્રગુપ્તના જોવામાં આવ્યા.
આ સમયે મહારાજાશ્રીના ભેાજનગૃહમાં મહારાજા અને ચાણાકય એ બન્ને જ હાજર હતા, એટલે પંડિત ચાણાકયે મુનિમહારાજને કહ્યું કે હું પૂજ્ય ! તમારા જેવા જૈન સાધુએ જ્યારે આ પ્રમાણે અંજન ગટિકાના ઉપયાગ કરે ત્યારે તમારામાં અને અન્ય પુરુષામાં ફરક શે? આ કાર્ય આપ જેવા સમર્થ જ્ઞાની મુનિમહારાજોને દૂષણ આપનારું ગણાય; માટે આપે તેના સર્વથા ત્યાગ કરવા જોઇએ. ”
પંડિત ચાણાકયના વિનયયુક્ત સંભાષણના જવાબમાં આ બન્ને મુનિવરેાએ જણાવ્યુ કે—“ હે મહાનુભાવ ! મગધના સુજ્ઞ જૈનધર્માનુરાગી રાજવીઓ જ્યારે ભયંકર દુકાળના અંગે ચાલતા અન્નક્ષેત્રા અને ભાજનાલયે આદિ બંધ કરે ત્યારે અમારા જેવા ઊભુંદરી ગાચરી કરનાર જૈનસાધુઓના આવા ભયંકર દુકાળ સમયે કેવા હાલ થતા હશે તેને ખ્યાલ આપવા ખાતર જ અને જૈનસાધુઓના વિદ્યાજ્ઞાનના પ્રત્યક્ષ પુરાવા દર્શાવવા અમે એ આ યુક્તિ અજમાવી હતી. હવે અમારી આપને મગધના રક્ષણાર્થે એટલી જ આગ્રહભરી સૂચના છે કે મગધનરેશે બંધ કરેલ અન્નક્ષેત્રા, ભેાજનાલયા અને સદાવ્રત ચાલુ કરવા કે જેના દ્વારા સેંકડા નહિ પણ હજારા અભ્યાગતાનું રક્ષણ થાય.
,,
બન્ને સાધુએના પ્રતિબેાધ મગધની બન્ને મહાન વિભૂતિઓને અસરકારક નિવડ્યા. અને તેમણે તરત જ દુકાળ સંકટ-નિવારણનાં કાર્યો અને અન્નક્ષેત્રા, ભાજનશાળાઓ, સદાવ્રતા વગેરે જે કાંઇ લેાકેાપયેાગી કાર્યો રાજા નંદ તરફથી ચાલુ હતાં તેને તરત જ ચાલુ કરવાની આજ્ઞા કુમાવી.
પંડિત ચાણાકયે જૈનાચાર્યની કીર્તિના રક્ષણાર્થે પેાતાની પાસે રહેલ જન મુનિમહારાજોને આપી, તેમને અદૃશ્ય રીતે રાજ્યમહેલના ત્યાગ કરી સ્વસ્થાનકે જવા જણાવ્યુ’. આ પ્રમાણે પેાતાનુ ધારેલ કાર્ય સિદ્ધ થએલુ જાણી, સાધુ સ ંપ્રદાયના રક્ષણનું મહત્ત્વતાભર્યું કાર્ય કરી ઉક્ત બન્ને સાધુએ ગુરુસેવામાં ઉપસ્થિત થયા. .
ઉપરોક્ત ઘટનાને શ્રીમદ્ હેમચ'દ્રસૂરિજી, શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી અભયદેવસૂરિ આદિ પ્રાચીન જૈન ગ્રંથકારા પણ ટેકા આપે છે.
શ્રી આચાર્ય આર્ય સુહસ્તિ મહારાજ પાસે જઇ બન્ને શિષ્યાએ અજનટિકાના પ્રભાવવડે મહારાજા ચંદ્રગુપ્ત અને ચાણાકયને યુક્તિપૂર્વક ધ પ્રભાવ દર્શાવી મગધમાં બંધ પડેલ અન્નક્ષેત્રા આદિ ચાલુ કરાવ્યાની હકીકત જણાવી એટલે સાધુગણના અધિષ્ઠાતા દશપૂ ધર આચાર્ય સ્થૂલભદ્રજીએ તેમને ઠપકા આપ્યા અને કહ્યું કે આ કાર્ય તમાએ દોષયુક્ત અને પ્રાયશ્ચિત્તને લાયક કર્યું છે, તેની આલેાચના તમારે અવશ્ય લેવી જોઈએ. ” માદ ગુરુઆજ્ઞાને માન્ય રાખી તેઓએ આલેાચનાને લગતી ઉગ્ર તપશ્ચર્યા કરી પ્રાયશ્ચિત્ત લીધું.