SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સમ્રાટું સંમતિ આ સમય મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યોમલના પ્રારંભનાં જ વર્ષો હતાં. દુકાળને અંગે રાજ્યની આવક બંધ થઈ હતી, જેથી રાજ્યખજાનામાંથી અન્નક્ષેત્રે, ભજનશાળાઓ આદિ સંકટનિવારણનાં કાર્યો ચાલુ રાખવામાં મહારાજા ચંદ્રગુપ્ત છેડા સમય સુધી આનાકાની કરી, જેના વેગે સાધુ સંપ્રદાયના ભવભીરુ વગે દેશત્યાગ કર્યો, અને જેઓ વેવૃદ્ધ અને વિહાર કરવા અસમર્થ હતા તેઓએ અનશન કરી આત્મકલ્યાણ સાધ્યું. તે સમયે અનાજની કિંમત એટલી બધી મેંઘી થઈ ગઈ હતી કે ભલભલા શ્રીમતેને ત્યાં પણ એક જ વખત ઊણદેરી જેવી રસાઈ થતી હતી. આવી પરિસ્થિતિ છતાં શ્રદ્ધાળુ મહાજને પિતાના અલૈકિક આત્મભેગે સેંકડોની સંખ્યામાં મગધ અને અવન્તીમાં વિચરતા સાધુસંપ્રદાયનું ભક્તિભાવપૂર્વક આતિઓ કરી રક્ષણ કર્યું હતું. જ્યારે મહારાજા ચંદ્રગુપ્ત તરફથી અન્નક્ષેત્ર અને ભેજનશાળાઓ બંધ કરવામાં આવ્યાં ત્યારે શ્રી આર્યસુહસ્તિના તે બે વિદ્વાન શિવેએ ધર્મપ્રભાવ બતાવવા માંત્રિક અંજન બનાવી, તેને આંખમાં આંજી, કેઈ ન દેખી શકે તેવી અદશ્ય રીતે રાજ્યમહેલમાં જઈ મહારાજા ચંદ્રગુપ્તની સાથે જમવાનું શરૂ કર્યું. મહારાજા ચંદ્રગુપ્તને પિતાના થાળમાંથી કોઈ આહાર ઉપાડી જતું હોય તેમ જણાયું, પરંતુ તે કઈ રીતે બને છે તેની તેને સમજ પડી નહિ. આ પ્રમાણે લગભગ ચાર આઠ દિવસ જ ચાલ્યું હશે તેવામાં મહારાજા ચંદ્રગુપ્ત જિતેંદ્રિય તપસ્વી જે કૃશશરીરી ભાસવા લાગે. પરિણામે અશક્ત થઈ પથારીવશ થયે; છતાં પણ તેણે પિતાની અતૃપ્તિની આ વાત કોઈને કહી નહિ. ચકોર બુદ્ધિ ચાણક્યે એકાંતમાં મહારાજા ચંદ્રગુપ્તને તેની અશક્ત બનતી જતી દેહાવસ્થા માટે પૃચ્છા કરી એટલે ચંદ્રગુપ્ત કહ્યું કે-“હે તાત! લજાને લીધે હું કાંઈ કહી શકતું નથી, પણ અદૃશ્ય રીતે કે મારું ભેજન છીનવી લે છે. તમે મને પૂર્ણ આહાર કરતે જાણે છે, પરંતુ મારા ભેજનમાંથી અર્ધ પણ જમી શકતો નથી. આ કઈ રીતે બને છે તે બાબતમાં હું કાંઈ સમજી શક્તો નથી.” પંડિત ચાણકયે તેને આશ્વાસન આપતાં ધીરજ ધરવા કહ્યું અને ઉમેર્યું કે “આવતી કાલે જ આપણે તેને સમજપૂર્વક તેડ લાવીશું.” અંજન ગુટિકાના જાણકાર પંડિત ચાણકયે “પ્રભાવશાળી વિદ્યાધર જેવા જૈન મુનિએનું જ આ કૃત્ય છે,” એમ વિચારી મહારાજા ચંદ્રગુપ્તને આ વધુમાં વધુ ઊહાપોહ ન કરતાં પિતે જે કાંઈ ઉપાય કરે તે શાન્તિથી જેવા કહ્યું. બરાબર ભોજનસમયે ભજનગૃહમાં અતિ રસવંતા માદક પદાર્થો બનાવી હંમેશ કરતાં ચારગણું પીરસવામાં આવ્યા. મહારાજાશ્રીનું લગભગ અધું ભેજન થયા બાદ અને પીરસાએલ ભેજનમાંથી રૂ ભાગ ખલાસ થયા પછી પંડિત ચાણકયે ભેજનગૃહમાં લીંબડા( નિબિડ )ને ધુમાડો કરાવ્યું, એટલે મહારાજાની સાથે એક જ થાળમાં ભેજન કરતાં પેલા બન્ને મુનિઓના નેત્રમાંથી અશ્રુ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy