________________
૨૧૬
સમ્રાટું સપ્રતિ મહારાજા ચંદ્રગુપ્તના ભેજનમાં વિષપ્રયોગ–
- હવે મહારાજા ચંદ્રગુપ્તના જીવનને ભય પંડિત ચાણકયને જણાવા લાગે, એટલે તેણે ભયંકર નીતિ અજમાવવાનો નિશ્ચય કર્યો. મહારાજાના પાકશાસ્ત્રીને ખાનગી સૂચના કરી કે–“મહારાજા ચંદ્રગુપ્તની રસોઈમાં નિત્ય વિષને ઉપયોગ કરે અને પ્રતિદિન તેનું પ્રમાણ વધારતા જવું. જ્યારે પોતે હુકમ કરે ત્યારે જ તે વિષપ્રાગ બંધ કરે.” ચાણક્યના હુકમને અમલ બીજા જ દિવસથી નિયમિત રીતે ચાલુ થઈ ગયે. મહારાણું દુર્ઘટાનું મૃત્યુ
આ સમયે મહારાણી દુર્ઘટા (ધારિણી) સગર્ભા હતી. તેણીને ગર્ભના દેહદાનુસાર મહારાજા ચંદ્રગુપ્ત સાથે એક થાળીમાં બેસી જમવાની ઈચ્છા થઈ. તેણીને લગભગ સાતમે મહિને પૂર્ણ થવા આવ્યો હતો. પિતાના દેહદની પૂર્તિ માટે જમતા જમતા ઊઠી પિતે સમ્રાટના ભજનગૃહમાં જઈ સમ્રાટની સાથે જમવા બેઠી. ભવિતવ્યતાના ગે સમ્રાટ ચંદ્રગુપ્તને આ સમયે પિતાના વિષમય ભજનનું વિસ્મરણ થયું અને મહારાણીને પિતાને દેહદ પૂર્ણ કરવા દીધો. જમી ઊડ્યા પછી લગભગ અર્ધા કલાકમાં મહારાણી ધારિણું એવી તે અકળાવા લાગી કે તેણીએ તીવ્ર વેદનાથી ચીસાચીસ પાડી રાજ્યમહેલ ગજાવી મૂકો. વિષના કારણે તેણી એવી બેભાન થઈ ગઈ કે તેની મૃત્યુ ઘટિકાઓ ગણાવા લાગી.
આ બાજુ સમ્રાટની અકળામણને પાર રહ્યો નહિ. સમ્રાટે કરેલ જીવલેણ ભયંકર ભૂલના અંગે પંડિત ચાણક્ય પણ મૂંઝાયે તે ખરે; પરંતુ તેણે તીક્ષ્ણ બુદ્ધિને ઉપએગ કરી બે છોને ઘાત થવા દેવા કરતાં ગર્ભના બાળકને બચાવવાનો નિશ્ચય કરી, નાવિકને બોલાવી રાણીનું પેટ ચીરાવ્યું અને બાળકને જીવતું કાઢ્યું. આ અસહ્ય વેદનાથી પટરાણી દુર્ઘટા(ધારિણી)નું મૃત્યુ થયું.
બાળકને બચાવવામાં જે વધુ ઢીલ થઈ હેત તે અવશ્ય બે જીવને ઘાત થાત, કારણ કે માતાના પેટમાંથી ચીરાઈ નીકળેલ આઠ માસના અપરિપકવ બાળકના મસ્તક પર વિષના બિંદુઓને જથ્થો એકત્રિત થયે હતું છતાં તેનું આયુષ્ય બળવાન હોવાથી તેમજ તેના અને તેના વારસોના હાથે ભારતને સંસ્કારી અમર ઈતિહાસ સર્જાવાને હોવાથી એ બાળક બચવા પામ્યું. બચવા પામેલ પાટવીકુંવરનું ધાવ મારફતે રક્ષણ કરવામાં આવ્યું. તેના મસ્તક ઉપર વિષબિંદુઓને સંચય થએલ હોવાથી તેમજ કોઈ કઈ સ્થળે કે ન હેવાથી બિંદુસાર એવું નામ પાડવામાં આવ્યું. આ પ્રમાણે આ રાજકુમાર બિંદુસારનો જન્મ ઈ. સ. પૂર્વે ૩૧૫ માં થયે.
સુજ્ઞ વાચક, મહારાજા ચંદ્રગુપ્તના વારસ મહારાજા બિંદુસારના જન્મને લગતી આ ઐતિહાસિક ઘટના અમાએ જેનગ્રંથોના આધારે લીધી છે, જે જગતના અન્ય ઈતિહાસકારના વૃત્તાંત સાથે સંપૂર્ણ મળતી આવે છે.
womensman