SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પંડિત ચાણક્યની ઈન્દ્રજાળ રાજ્ય રમતના સૂત્રધાર બની, વિશ્વામિત્ર જેવા ઉગ્ર તપસ્વીનું ધ્યાન ભંગ કરવા અને તેની તપશ્ચર્યાને નિષ્ફળ બનાવવા મેનકાને ઉપયોગ કર્યો હતે. તે જ માફક અનેક જાતના રાજ્યપ્રપંચને લગતા દાખલાઓ પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસમાં મળી આવે છે, કે જેના યેગે ભલભલી રાજસત્તાઓ ડેલાયમાન થઈ હતી. આધુનિક સમયના દાખલામાં ઇંદરનરેશને પદભ્રષ્ટ કરનાર બાવલા ખૂન કેસમાં જાણીતી થએલ મુમતાઝ નામે એક વેશ્યા જ હતી. સનાતન ધર્મના મહાન ધર્મગુરુનું પદ ધરાવનાર શ્રીનાથદ્વારાનાં ગાદીપતિ શ્રી દામોદરલાલજીની સત્તા ડેલાયમાન કરનાર પણ એક હંસા નામે રૂપવંતી ભાર્યા જ હતી. કલીઓપેટ્રાને પ્રણય-પ્રસંગ પણ તેટલે જ પ્રસિદ્ધિ પામેલ છે. સ્ત્રી જાતિના સંદર્યમાં અને તેના નેત્રોમાં એક એવી જાતનું તીણમાં તીણ વિષ હોય છે, કે જે વિષની અસર એવી તે કાતિલ બને છે કે, તે વિષના ભેગા થએલા આત્માને તેને આધીન થયે જ છૂટકે. ભલે પછી તેનું પરિણામ પોતાના દેહત્યાગમાં આવે, અથવા તો શંખલાબદ્ધ સ્થિતિમાં આવે તેની પરવા વિષયાંધને હેતી નથી. આજ પ્રમાણે અહીં પણ બન્યું. પંડિત ચાણયે, મહારાજા નંદના રાજ્યમહેલમાં રહેલ અતિ રૂપવંતી અને મૃગનયની વિષકન્યાને ઉપયોગ મહારાજા પર્વતને કચ્ચરઘાણ કરવામાં કર્યો. મહારાજા પર્વત પંડિત ચાણક્ય સાથે વાટાઘાટમાં રાજ્યમહેલમાં ગુંથાએલ હેય તે સમયે મહારાજા પર્વતની નજરે ઈરાદાપૂર્વક ચઢે એવી રીતે આ દેવાંગનાતુલ્ય રૂપવંતી વિષકન્યાને કિંમતી અને હૃદયના તંતુઓ હચમચાવી મૂકે તેવાં આછાં-બારીક વસ્ત્રોથી શંગાર-વિભૂષિત કરી જે ઓરડામાં મસલત ચાલતી હતી તે ઓરડામાંથી તેણીને પસાર થવાને પ્રગ ગોઠવ્યો. ધારેલ સંકલ્પને પાર પાડવામાં કુશળ રાજ્યદક્ષ સૂત્રધાર પંડિત ચાણક્ય મહારાજા સાથે એવી રીતે હળીમળી રાજ્યના જીતાએલ પ્રદેશની વહેંચણીની વાત ઉપાડી કે જેથી મહારાજા પર્વત સંતોષાય અને તેને પંડિત ચાણક્ય પૂર્વે જે સરળ અને ભલે હતે તે જ આ સમયે દેખાય. બરાબર સંધિની વાતને રંગમાં લાવી પંડિત ચાણકયે વિષકન્યાને એરડામાંથી પસાર કરવા ગુપ્ત સંકેત કર્યો. સૂચન મુજબ વિષકન્યાએ આ ઓરડામાંથી પસાર થતાં એવી રીતના નાટ્યરંગને રંગ અને સ્ત્રીસુલભ હાવભાવ દર્શાવ્યો કે જેના વેગે તેના માથા ઉપર રહેલ શાળુને છેડે ખસી ગયે, અને આ મદેન્મત્ત માનિની પર્વતરાજની બરાબર નજરે પડી. બાદ પિતાના મસ્તક પરનાં વસ્ત્રને ખસેલ છેડે વ્યવસ્થિત કરી વિષકન્યા વીજળીની ઝડપે ત્યાંથી બીજા ઓરડામાં ચાલી ગઈ. પંડિત ચાણક્યના ધારવા મુજબ જ તેનું પરિણામ આવ્યું. મહારાજા પર્વતે ચાણકયદ્વારા આ કન્યા વિષે માહિતી મેળવવી શરૂ કરી. પંડિતે યુક્તિપૂર્વક આ રાજ્યકન્યાને
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy