________________
૨૧૨
સમ્રાટ્ સંપ્રતિ
અંગે એવું વર્ણ ન કર્યું કે જે સાંભળતાં મહારાજા પર્વત ગૈાઢાવસ્થાએ પહેાંચ્યા હતા છતાં કામાંધ બન્યા અને કામવિહ્વળ બની તેણે પંડિત ચાણાકયને આ રૂપવતી નંદવંશી કન્યા સાથે કાઇપણ પ્રકારે પેાતાનાં લગ્ન કરી આપવા વિનંતિ કરી. તૈયાર થવા આવેલ તહનામાની વાતને બાજુએ ખસેડી, પેાતાની કાર્યસિદ્ધિનુ ક્ષેત્ર ભૂલી જઇ તે લગ્ન માટે તત્પર થયા. પંડિત ચાણાકયે બહારથી ઘણી આનાકાની કરી જણાવ્યુ` કે—“ મહારાજા, આપ ચંદ્રગુપ્તના સંબંધી બની, મને ખસેડી આપના પગ મજબૂત કરવા ચાહા છે; છતાં હું તે આપના હતા તેવા જ મિત્ર રહી લગ્ન કરી આપી ઉપકારના બદલા ઉપકારમાં વાળવા જ તૈયાર છું. ” ચાણુાકયની મધુર વાણીના માઁ મહારાજા પર્વત પારખી શકયેા નહિ.
લગ્નચેાઘડીયુ' અને લગ્ન એ બન્ને જેની મુઠ્ઠીમાં જ સમાએલ હતા એવા પ્રપંચી ચાણાકયે રાજ્યમહેલમાં રાજ્યઅમલદારો અને મહારાજા પર્વત તરફના હિતસ્ત્રીઓની રૂબરૂ મહારાજા પર્વતનાં વિષકન્યા સાથે લગ્ન કરી આપ્યાં.
લગ્ન ખાદ આ વિષકન્યાના સંગથી વિષયાંધ રાજા પર્વતને પેાતાની ભૂલનું પરિણામ સમજાયું. વિષકન્યાના સંસર્ગથી તેના શરીરમાં ઉગ્ર દાહ ઉત્પન્ન થયા. જગતને અતલાવવા અનેક જાતના ઉપચાર કરવામાં આવ્યા, પણ તેને કશા જ ફાયદા ન થયા. પરિણામે મહારાજા પર્વતનું આ પ્રમાણેના દગાથી અપમૃત્યુ થયું.
મહારાજા પતના મૃત્યુ ખાદ પંડિત ચાણાકયની રાજ્યરમતને સમજી ગયેલ રાજ્યપુત્ર મલયકેતુ મગધના છતાએલ પ્રદેશેાના અર્ધા ભાગ લેવા ત્યાં ઊભેા જ ન રહ્યો. તેને પેાતાના જીવનના અસ્તિત્વની પણ ધાસ્તી લાગી. તે લશ્કર ઇત્યાદિ સામગ્રી સાથે મગધના ત્યાગ કરી પેાતાને દેશ ચાલ્યા ગયા. પ્રસ્થાન કરતાં મલયકેતુને ચાણાકયે દમદાટી આપી અને મગધ સામું કદી પણ ન જોવાની શરતે જીવતદાન આપ્યું.
આ પ્રમાણે પંડિત ચાણાકયે પેાતાના રાજ્યતંત્રમાં આડખીલીરૂપ બનેલ મહારાજા પતના કાંટા કાઢી નિર’કુશપણે મગધની રાજ્યગાદીના વહીવટ સંભાળવા શરૂ કર્યો.