________________
૨૧૦
સમ્રાટું સંમતિ
સંદેશને સાચે માની લશ્કરી બળના આધારસ્તંભ જેવા ગણાતા ચિત્રવર્માદિ પચે નૃપતિએને મરાવી નાખ્યા.
બાદ લશ્કરને બળવાન અને વફાદાર સેનાધિપતિ કે જેના ઉપર આ તર્કટી લખોટાના આધારે કટી ગયાને શક આવ્યો હતો તેનો પણ તેણે ઘાત કરાવ્યો. એટલે એકંદરે પોતાનો વિરુદ્ધમાં મદદ કરતાં રાજવીઓથી મહારાજા પર્વતને યુક્તિ-પ્રયુક્તિથી વિખૂટે પાડી, પંડિત ચાણક્ય મહારાજા પર્વતના લશ્કરની જમણ અને ડાબી પાંખો કાપી નાખી. પરિણામે મહારાજ પર્વત અને મલયકેતુ જે કે બહારથી બળવાન દેખાતા હતા છતાં અંદરથી નરમ બની સંધિ કરવા તત્પર થયા હતા. આ તકને લાભ લઈ પંડિત ચાણકયે જાણે કેઈપણ જાતની હકીકતથી માહિતગાર ન હોય અને સંધિ કરવા માટે તત્પર થયે છે એ બહારથી ડોળ કરી મહારાજા પર્વતને સંધિ કરવા માટે રાજ્યમહેલે આવવા આમંત્રણ આપ્યું. આમંત્રણાનુસાર મહારાજા પર્વત રાજમહેલે આવી પહોંચે. પડિત ચાણક્યની કુટિલ નીતિને મહારાજા પર્વત ભેગ બને છે
પંડિત ચાણકય ઊર્ફે વિષ્ણુદત્તની કૌટિલ્યતા ગણે યા તે કુટિલતા ગણે, ગમે તે વસ્તુ ગણુએ તે પણ પંડિત ચાણક્ય જે રાજ્યપ્રપંચોનાં જયંત્રથી ભરપૂર સૂત્રધાર ભારતને મળવો મુશ્કેલ થઈ પડશે. તેણે ડગલે અને પગલે પોતાની ચાણક્ય નીતિનો ઉપયોગ કરી, પિતાના નામની સાથે તે નીતિને જેડી-“ચાણક્ય નીતિ” નામનું વાક્ય અમર કર્યું છે. તે નીતિનો ઉપયોગ અવળા હાથે કરતાં જ્યારે તેમાં મનુષ્ય ફાવે છે ત્યારે તેનાથી મહાત થનારાઓ કહે છે કે–ચાણકયનીતિના” અમે ભેગ બન્યા છીએ.
પંડિત ચાણકયે જેના આધાર અને મદદથી મગધનું વૈભવશાળી અમાત્યપદ પ્રાપ્ત કરવા સાથે અખૂટ ધનસંપત્તિ મેળવી ભારતના “તાજ વિનાના રાજા” તરીકેનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું, તેમજ સ્વકાર્યસિદ્ધિમાં શરૂઆતથી તે અંતિમ ઘડી સુધી મદદગાર રહેનાર અને અનેક પ્રસંગોએ રણક્ષેત્રોમાં પ્રતિપક્ષીઓના હાથે મૃત્યુના મુખમાંથી બચાવનાર ઉપકારી મહારાજા પર્વતના ઉપકારનો બદલે સંતોષપૂર્વક વાળી આપવો જોઈએ તે રાજ્યનીતિને ભૂલી જઈ, પંડિત ચાણકયે ઉપકારને બદલે અપકાર કરવામાં વાળે. એટલે કે મહારાજા પર્વતને ઘાત થયે. મહારાજા પર્વતને ઘાત કઈ રીતે થયે તેને લગતું વૃત્તાંત નીચે પ્રમાણે છે.
સુજ્ઞ વાચક, કામ હમેશાં દુર્જય કહેવાય છે. હજારો સૈનિકોને જીતનાર સુભટ પણ વિષયવાસનાને પરાધીન બની જાય છે. રતિ અને કામદેવના સંબંધમાં આજ પૂર્વે લખાએલ અસંખ્ય વૃત્તાંતમાંથી એટલું સમજવાનું મળી આવે છે કે, વિશ્વામિત્ર જેવા ઉગ્ર તપસ્વીએ પણ અપ્સરા મેનકાના સ્વરૂપમાં લુબ્ધ થઈ, ઇંદ્રાસન ડેલાયમાન કરવા સુધી ફલિભૂત થએલ ઉગ્ર તપશ્ચર્યાનો કામવશ થઈ એક ક્ષણ માત્રમાં વિનાશ કર્યો હતે. ખુદ ઇંદ્ર મહારાજે આ