________________
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન
૨૦૧ આ ક્ષત્રિય જાતિમાં નવ મધ્વજાતિ અને નવ લિચ્છવી જાતિ મળી ૧૮ વિભાગો છે જેમાંને માર્ય જાતિને એક વિભાગમાં સમાવેશ થાય છે. તે વંશના રાજપુત્ર જોડે તારી પુત્રીનાં લગ્ન કરતાં હે નંદરાજા ! નંદવંશ કરતાં ઉચ્ચ કોટીને, શુદ્ધ, ગેરવશાળી ક્ષત્રિયવંશી સંસ્કારી ચંદ્રગુપ્ત જે જામાતા મેળવવાને તું ભાગ્યશાળી થાય છે તે આ ઉત્તમ તક ન ગુમાવતાં તારી ઉમરલાયક પુત્રીને મગધની મહારાણી બનાવી નંદકુળનું રક્ષણ કર.
પ્રભુ મહાવીરના પિતા સિદ્ધાર્થ રાજા “જ્ઞાત જાતિના” ક્ષત્રિય હતા અને તેમના મામા મહારાજા ચેટક લચ્છવી જાતિના ક્ષત્રિય હતા. આ જ્ઞાત જાતિ અને લચ્છવી જાતિ અને શ્રમજીવી ક્ષત્રિય શાખાઓ ગણાય. તેમના પુત્ર-પુત્રીઓ પરસ્પર લગ્નગ્રંથીથી જોડાઈ શકે. તેથી જ રાજા સિદ્ધાર્થ સાથે ચેટક મહારાજાએ પોતાની બેન ત્રિશલાનાં લગ્ન કર્યા હતાં.”
આ કવિત સાંભળતાં જ સર્વ આશ્ચર્યચક્તિ થયા એટલું જ નહિ પણ સૌને મહારાજા ચંદ્રગુપ્તના ઉચ્ચ કુળની પણ ખાત્રી થઈ. પંડિત ચાણક્યના હૃદયમાં આ સમયે એટલો બધે સંતોષ થયે કે તેણે જે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે તેમાં કુદરતને હાથ છે–એમ તેને હવે સ્પષ્ટ સમજાવા લાગ્યું. મહારાજા નંદના હૃદયમાં પણ આ કવિતે સુંદર અસર કરી ને રાજ્યદુહિતાનાં લગ્ન વિજેતા રાજવી સાથે કરી આપવાને માર્ગ તેને સુઝયો. તેણે આ સુંદર તકને લાભ લઈ ચાણક્યને વિનંતિ કરી કે “રાજ્યકન્યા દુર્ઘટને મહારાજા ચંદ્રગુપ્ત માટે સ્વીકાર કરી અને ત્રણમુક્ત કરે.”
પંડિતજીએ બીછાવેલ શેત્રંજની રાજરમત બરોબર રીતે રમાઈ ચકી અને ખદ - મહારાજા નંદના મુખથી જ રાજ્યદુહિતાનાં લગ્નની માંગણી સાંભળી પંડિતજીએ તેને થડી આનાકાની વચ્ચે સ્વીકાર કરી લીધું. અને વિશેષમાં જણાવ્યું કે –“મહારાજા નંદ, આપને હવે મગધને ત્યાગ કરવાની જરૂર નથી. તમારા રાજ્યપુત્રો, એ અમારાં જ બાળકો છે. તેઓ તેમના બહેન-બનેવીની છત્રછાયામાં રહી નંદવંશી રાજવીઓ જેટલું જ સ્વતંત્ર માન ભેગવશે. તેમની સારસંભાળ અમે અમારા જીવના જોખમે કરીશું માટે તેઓને અમારી સાથે જ મગધ પાછા મોકલે. તમારે હવે પછી ઈચ્છાનુસાર આત્મકલ્યાણ સાધવું.”
તરતજ રાજ્યદુહિતા દુર્ઘટાનાં લગ્નની તૈયારીઓ થઈ ગઈ અને પંડિતજીએ રાજ્યપુરોહિતની ગરજ સારી. આખી છાવણીમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. તે મુહુર્ત અને લગ્ન શ્રેષ્ઠ હોવાથી વિવાહની પૂર્ણાહૂતિ બાદ તરત જ મહારાજા ચંદ્ર મહારાણી દુર્ઘટા સહિત નગરપ્રવેશાથે પ્રયાણ કર્યું. આ બાજુ મહારાજા નંદ સાથે મહારાજા ચંદ્રગુપ્તની થએલ કૌટુંબિક સંબંધની માહિતી પાટલિપુત્ર નગરે તરત જ પહોંચી ગઈ અને સંસ્કારી રાજ્યકુમારી દુર્ધટાનાં યોગ્ય વર રાજવી સાથે થયેલા લગ્નના સમાચાર મગધની પ્રજાને સાનંદાશ્ચર્ય મુગ્ધ કરી મૂકી.