________________
૨૦૦
સમ્રાટ્ સંપ્રતિ
રથના તૂટવા સાથે રાજ્યછાવણીમાં વિજયતુ મેાજી શ્રી વળ્યું અને રાજ્યપુરુષા રથ નજીક ઢાડી આવ્યા. રાજ્યકુમારી દુર્ઘટાના દિવ્ય પ્રભાવશાળી મુખારવિંદના દર્શન થતાં જ સાના હૃદયમાં એમ થયું કે “જો આ રાજ્યકુમારીનાં વિજેતા રાજવી જોડે લગ્ન થાય તા પટરાણીપદને લાયક રાજ્યકન્યા મળ્યાના સર્વને સ ંતાષ થાય. ’’
શુકનશાસ્ત્રના જાણકાર પડિતજીએ આ બનાવને અનુલક્ષીને સમ્રાટ ચંદ્રગુપ્તને સાધીને કહ્યું કે: “ એ ભાગ્યશાળી રાજવી ! આ રથના ચક્રના આઠ આરા તૂટી ગયા તે એમ સૂચવે છે કે- મગધની રાજ્યગાદી ઉપર આઠ પેઢી સુધી મૈાવંશી રાજ્યસત્તા સુંદર રીતે ચાલશે અને નવમી પેઢીએ તેના વિનાશ થશે. ' એ ભાગ્યવિધાતા રાજ્યકુમાર ! આ દૈવી સંકેત અનુસાર આ રાજ્યકન્યા સાથે આજ શુભ લગ્ન લગ્નગાંઠથી જોડાઈ ભારતના વિજેતા સમ્રાટ બન. આ બાબતમાં ધર્મપિતા તરીકેના મારા તને અંતરના આશીર્વાદ છે.’
મહારાજા નંદ અને તેના કુટુંબને માનભરી રીતે રાજ્યતંબુના એક વિભાગમાં લાવી મેસાડવામાં આવ્યા. બાદ સચિવે મહારાજા નંદને રાજ્યકુમારી સાથે રાજસભામાં પધારવા પ્રાર્થના કરી. બાદ મહારાજા નંદે રાજસભામાં પધારતાં તેમનું બહુમાન સાચવવા પ ંડિત ચાણાક્ય આદિ વરિષ્ઠ રાજ્ય અમલદારા તેને સામે લેવા ગયા.
મહારાજા ન ંદ અને રાજ્યકુમારે। રાજ્યાસન નજદિક આવતાં ચંદ્રગુપ્તે ઊભા થઈ, મહારાજા નઈં સાથે હસ્તમિલન કરી, અતિપ્રેમપૂર્વક તેને પેાતાની બાજુની બેઠકમાં બેસાડી પેાતાનુ નિરભિમાનીપણું ને કુલિનપણું સાબિત કરી આપ્યુ.
આ સમયે રાજ્યકવિએ “ ઘણું જીવા રાજા ચંદ્ર ” એવા આશીર્વાદ આપ્યા બાદ પ્રસ`ગાચિત રાજ્યકન્યા દુર્ઘટાનાં લગ્નસૂચક, કુળગૈારવતા સૂચવનારું એવું તે રસવતું કવિત ગાઈ સંભળાવ્યું કે જે સાંભળતાં જ સૈાના હૃદયમાં આનંદ ઉભબ્યા. આ રાજ્યગીતમાં નીચે પ્રમાણેના સારાંશ સમાયેàા હતાઃ—
રાજ્યગીતના મહત્ત્વતાભર્યાં કુળદક સારાંશ—
મહારાજા નંદના વંશ તે મહૂ નામક ક્ષત્રિય જાતિના વંશ ગણાય.
નંદૅ રાજા તે શિશુનાગવંશી રાજા શ્રેણિકના પીત્રાઇ હાવાનાં કારણે તેઓ મલ્રજાતિના હતા. જ્યારે ચંદ્રગુપ્તને વશ તે માય નામક ક્ષત્રિય જાતિના ઉચ્ચ ક્ષત્રિય કુળાત્પન્ન ગણાય. માર્ય જાતિ લિચ્છવીને એક પેટા વિભાગ છે. આ બન્ને રાજકુટુએ ક્ષત્રિય ગણાય.
66