________________
૨૦૨
સમ્રાટ્ સ'પ્રતિ
મગધની પ્રજાને જાનમાલના રક્ષણની જે કાંઇ ડ્રીકર હતી તે પણ આ સંબંધથી નિર્મૂળ થઇ એટલું જ નહિ પણ રાજ્યકુમારી દુર્ઘટાને મહારાણીપદ મળતાં સંસ્કારી જૈનધમી દયાળુ રાજ્યકુમારીદ્વારા આ ચાલુ દુકાળના સમયે મગધમાં રાજ્ય તરફથી સદાવ્રતા, અન્નક્ષેત્રે અને સંકટ નિવારણનાં કાર્યો જરૂર ચાલુ રહેવાનાં, એવી સાને ખાત્રી થઇ.
નંદવંશી રાજાએ જૈનધર્મી હાવાનાં કારણે મગધમાં રાષ્ટ્રધર્મ તરીકે પણ જૈનધર્મ જ પળાતા. મગધ રાજ્યકુમારી દુટાનાં લગ્ન પણ મહારાજા ચંદ્રગુપ્ત સાથે થવાથી ધર્મપરિવર્તન નહીં થાય એ જાતનું આશ્વાસન પણ જનસમૂહને મન આનંદના વિષય થઈ પડ્યો.