________________
મહારાજા ચંદ્રગુપ્તનાં નંદકુમારી સાથે લગ્ન
૧૯૭ ગુપ્ત દ્વારા એવી રીતનાં ગોઠવવામાં આવ્યાં હતાં કે ભલભલા દુશમને ને તેને સ્વપ્ન પણ ખ્યાલ આવી શકે નહિ.
કુદરતી પ્રતિકૂળ સંજોગાનુસાર તેમાંથી એક ગુપ્ત બારી પંડિત ચાણકયની નજરે ચડી અને તે ત્રિપુટીએ તાપસ વેષ ધારણ કરી, કુળદેવીનું ઉત્થાપન કરાવવામાં સફળતા મેળવી, જે આપણે ખંડ ત્રીજાનાં અઢારમા પ્રકરણમાં જોઈ ગયા છીએ. મંદિરમાંની કુળદેવીનું ઉત્થાપન કર્યા બાદ રાજ્યહિતેચ્છુ પુરુષેમાંના કેટલાક અમલદારોને મજબૂત શંકા ઉદ્દભવી કે આમાં અવશ્ય દો થયો છે. તેવામાં એક ગુપ્તચરે આવો, ગુપ્ત દ્વારેથી નગર છોડી જતાં ત્રણ તાપસો વચ્ચે થએલ ભેદી મસલતની હકીકત પણ કહી સંભળાવી. આ બધી રાજ્યરમત ઉપર ધ્યાન પહોંચાડી અમલદાર વગે રાજ્યકુટુંબના રક્ષણાર્થે કિલ્લાના આંતરગઢમાં રહેવાની મહારાજાને ફરજ પાડી.
નગરને દરવાજો ખુલતાં જ મરણીયા હલ્લાથી તરત જ સુજ્ઞ અમલદારો સમજી ગયા કે તેઓ ભયંકર દગાને ભેગ બન્યા છે અને ભેદની રાજ્યનીતિ દ્વારા નંદવંશીય રાજસત્તાનું પતન થયું છે. તરત જ સંધીને સફેદ વાવ નગરના કિલ્લા ઉપર ફરકાવવામાં આવ્યું. રાજ્યનીતિ પ્રમાણે સફેદ વાવટા ફરકતાં જ ભયંકર યુદ્ધ બંધ પડયું.
મહારાજા નંદની વતી એક દક્ષ રાજ્યÉતને મહારાજા ચંદ્રગુપ્તની છાવણીએ સંધી માટે મોકલવામાં આવ્યા. મહારાજા ચંદ્રગુપ્તની લશ્કરી છાવણ પાટલિપુત્ર નગરથી ૧૦ માઈલ દૂર હતી. છાવણીના રાજ્યતંબુમાં વિજેતા રાજા ચંદ્રગુપ્ત, પંડિત ચાણક્ય, રાજપુત્ર મલયકેતુ અને સમસ્ત અમાત્યવર્ગ અંદરોઅંદર મસલત ચલાવી રહ્યા હતા. દ્વારપાળે આવી સંધી માટે રાજ્યÉતનું આગમન જણાવ્યું. તરત જ તેને અંદર આવવાની રજા આપી અને સમ્રાટના પ્રતિનિધિત્વપણાને યોગ્ય તેનું સન્માન કરવામાં આવ્યું.
રાજ્યતે મહારાજા નંદની સાથે કઈ રીતે વિજેતા સમ્રાટ સલાહ કરવા માગે છે તેને લગતી કલમો (શરતો) જાણવા માગી. મહારાજા ચંદ્રગુપ્તના પ્રતિનિધિ તરીકે પંડિત ચાણક્ય નીચેની શરતે તેની સન્મુખ રજૂ કરી. સંધીની શરતે – - ૧. મહારાજા નંદે રાજ્યમહેલ અથવા તે રાજ્ય ખજાનામાંથી પિતાના રથમાં સમાઈ શકે તેટલી જ ધન સામગ્રી લઈ મગધને ત્યાગ કરવો.
૨. રાજ્યરથારૂઢ થએલ મહારાજા નંદે વિજેતા સમ્રાટની છાવણીએ આવી, મહારાજાને શીર નમાવી, જીવતદાન માગવું. અને ત્યાંથી તરત જ પ્રસ્થાન કરી, મગધ સરહદનો ત્યાગ કરી અન્ય રાજ્યમાં જઈ રહેવું. એટલું જ નહિ પરંતુ કઈ પણ દિવસ મગધ વિરુદ્ધ માથું ઉંચકવું નહિ.