________________
૧૯૮
સમ્રા સંપ્રતિ અમારી આ બે શરતે માત્ર મહારાજા પ્રત્યેની દયાથે જ છે; નહિ તે મહારાજા સાથે તેમના સમસ્ત કુટુંબને નાશ કરે તે અમારા હાથમાં છે. આ શરતેને અમલ તરત જ થે જોઈએ. જે આ પ્રમાણેના વર્તનમાં ઢીલ કરવામાં આવશે તે અમે તમારા રાજાને કેદી બનાવી બળાત્કારે મનફાવતું કરશું.
દક્ષ દૂતે ઉપલી બને શરતે બરાબર સમજી લીધા બાદ નગરમાં જઈ અમાત્યવર્ગને કહી સંભળાવી. તરત જ રાજ્યમહેલમાં ખાનગી કચેરી ભરવામાં આવી અને વયેવૃદ્ધ મહારાજાના જીવનરક્ષણાર્થે અને રાજ્યપુત્રના ભવિષ્યના ભલા માટે આ શરતેને નિરુપાયે સ્વીકાર કરવા મહારાજાને સમજાવ્યા. મહારાજાએ તે શરતોમાં જણાવ્યા મુજબ પિતાના રાજ્યરથમાં લેવાય એટલે સુવર્ણ અને કીંમતી રત્નભંડાર ભરી પ્રસ્થાનની તૈયારી કરી.
મહારાજા નંદને આ કાળે બે રાજપુત્ર તથા બે રાણીઓ હતી, જેમાંથી એક રાણીને દુર્ઘટા નામે અતિ સ્વરૂપવાન રાજ્યકન્યા હતી. ઉમરલાયક તે કન્યાનાં લગ્નની તાત્કાલિક આવશ્યકતા હતી, છતાં તેને લાયક ગ્ય રાજ્યકુમાર ન મળતા હોવાનાં કારણે અત્યાર સુધી તેને અવિવાહિત રાખવી પડી. મહારાજા નદે નગરજનેના પ્રેમાળ વહેતાં અશ્રુપ્રવાહ વચ્ચે રાજ્યકુટુંબ સાથે નગરને ત્યાગ કર્યો.
વિજય મુહૂર્વે મહારાજાનદનગરનો ત્યાગ કર્યો તે જ વિજય મુહૂર્વે મહારાજા ચંદ્રગુપ્ત પણ નગરપ્રવેશાર્થે ઉત્તમ મુહૂર્ત જાણું પિતાની છાવણીઓથી રથારૂઢ થઈનીકળે. પાટલિપુત્રથી પાંચ માઈલના અંતરે એક સુંદર, ઘટાધારી આમ્રવૃક્ષ નીચે મહારાજા ચંદ્રગુપ્ત લશ્કરી પડાવ નાખે. મહારાજા નંદને રાજ્યરથ પણ વિજેતા સમ્રાટની છાવણું નજદિક આવી દેજો.
પંડિત ચાણક્યની તીવ્ર દષ્ટિએ રાજ્ય રથમાં બેઠેલ યુવાન રાજકુમારીને જોઈ અને લક્ષણશાસ્ત્રના જાણકાર પંડિતજીને અતિ સુંદર, પ્રભાવશાળી, દિવ્ય લલાટવાળી અને મહારાણ પદને લાયક એવી તે રાજ્યકન્યાને નીહાળતાં જ એમ થયું કે કુદરતે જ સર્વે વસ્તુઓની અહિં સાનુકૂળતા કરી આપી છે. તરત જ મહારાજા ચંદ્રગુપ્તનાં લગ્ન પસાર થતાં અમૃત હેરામાં નંદકુમારી સાથે કરવાં એ દૃઢ નિશ્ચય પણ સ્વયં કરી લીધું.
પંડિતજીએ લશ્કરી સલાહકાર સાથે આ સંબંધમાં તરત જ વાટાઘાટ કરી, મહારાજા નંદનું બહુમાન જાળવી, તેને હદયમાં કોઈ પણ રીતે ઓછું ન આવે તે પ્રમાણે દબદબાભરી રીતે કુટુંબ સહિત રાજ્ય છાવણમાં લાવવાને હુકમ કર્યો.
બાદ કાંઈક નિમિત્ત કાઢી પંડિત ચાણકય મહારાજા ચંદ્રગુપ્તને રાજ્યતંબુની બહાર લઈ આવ્યા. અહીંયા મહારાજા ચંદ્રગુપ્તની દષ્ટિએ રાજ્યદુહિતા દુર્ધટા પડી અને ઉમર લાયક રાજ્યહિતાએ પણ મહારાજા ચંદ્રગુપ્તને બરાબર નિહાળી લીધે.
મહારાજા ચંદ્રગુપ્ત પણ દેવીપ્રભાવશાળી અને ચંદ્રની શીતળ પ્રભા જે દિવ્ય