________________
સમ્રા સંપ્રતિ સંરક્ષક પરમ પવિત્ર કુળદેવીને તેના સ્થાન ઉપરથી ઉત્થાપન કરી, મંદિરની બહાર લાવી મૂકી. આ ઉપરાંત મંદિરમાં રહેલ રક્ષક દેવી-દેવતાઓની અન્ય મૂર્તિઓને સ્વસ્થાનેથી ખસેડી નાખી. પરિણામે મગધના સંરક્ષણમાં આડકતરી સહાય કરતા મગધ સંરક્ષક દેવીદેવતાઓના અધિષ્ઠાયકો આ જાતના મગધ નરેશ અને પ્રજાના અપમાનજનક વર્તાવથી ગુસ્સે થયા અને તેઓ પોતાનું દેવતાઈ બળ સંહરી લઈ સ્વસ્થાનકે ચાલ્યા ગયા.
આ રીતે પિતાના વિજયમાં આડે આવતી મગધરક્ષક કુળદેવીને પિતાની નજર સામે વિનાશ કરાવી, પોતાને માર્ગ સરલ કરી પંડિત ચાણકયની ત્રિપુટી ત્યાંથી તરત જ સુરક્ષિત રીતે કોઈને પણ શંકા ન પડે એમ પાછી ફરી.
પંડિતે તરતજ રણક્ષેત્રે પાકે બંદોબસ્ત કર્યો અને પાટલિપુત્રના દરવાજા ખુલતા જ નગરનું લશ્કર બહાર પડે કે તરત જ તેને ઘાસની માફક કચ્ચરઘાણ કરતા જવો એવો સખ્ત લશ્કરી હુકમ આપે. નગરને મુખ્ય દરવાજો કે જ્યાંથી મગધનું લશ્કર બહાર પડવાનું હતું ત્યાં તેણે પિતાનું લશ્કરી બળ પૂરતા પ્રમાણમાં જમાવ્યું અને તેની સરદારી પણ ત્રિપુટીએ લીધી.
મગધની પ્રજા અને અમલદાર વર્ગે આ સમયે મહારાજાને રણક્ષેત્રમાં લશ્કરનું સેનાધિપતિ પણું સ્વીકારવાની સાફ મના કરી. કારણ કદાચ જે પરિણામ હારમાં આવે તો ગુપ્ત રસ્તેથી રાજ્યકુટુંબનો બચાવ થઈ શકે. આ પ્રમાણે રાજ્યમહેલે પૂરતી કિજલેબંધી કરી, મગધનો વફાદાર અમલદાર અને સૈનિક વર્ગ નગરનાં મુખ્ય દરવાજેથી મેદાને પડ્યો.
સામી બાજુએ પંડિત ચાણક્ય તે સ્વાગત માટે તૈયાર જ હતો. તેના હુકમ પ્રમાણે મગધ સૈન્યના આશ્ચર્ય વચ્ચે પાટલિપુત્રનગરના દરવાજે જ ભયંકર યુદ્ધ જામ્યું અને રણક્ષેત્રે પડેલ દરેક મોટા અમલદારને બહુધા કચ્ચરઘાણ નીકળી ગયે. જે કઈ બચવા પામ્યા તેઓ પંડિત ચાણક્યના હાથે કેદ પકડાયા. પાટલિપુત્રના મુખ્ય દરવાજાનો કબ્બો વિજેતા તરિકે પંડિત ચાણકયના લશ્કરે મેળવ્યા અને પાટલિપુત્રનગરનું પતન થયું.
બાદ મુખ્ય મુખ્ય કચેરીઓ, કષાધ્યક્ષ અને લશ્કરનો કજો મેળવી માર્ય સેનાધિપતિઓએ પાટલિપુત્રના કિલ્લા ઉપર મૈર્યવંશનો વિજય ધ્વજ ફરકાવ્ય.
આ કાળે શ્રી સ્થૂલભદ્રજી યુગપ્રધાન તરિકે વિદ્યમાન હતા. તેઓનો દેવલેક વાસ મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યોમલના પાંચમે વર્ષે થયો હતો કે જે સમયે મગધ બીજા બાર વષી ભયંકર દુકાળના જડબામાં ઘેરાયું હતું. તેમના શિષ્ય સમુદાયે આ કાળે એક એવી ઘટના ઊભી કરી કે જેની નેંધ ઐતિહાસિક દષ્ટિએ અમે મહારાજા ચંદ્રગુપ્તના રાજ્યામલ દરમ્યાનમાં રજ