SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પાટલિપુત્રનું પતન ૧૯૩ છતાં આંતરિક પરિસ્થિતિની તેને માહિતી ન મળી. એટલે આ માહિતી મેળવવા પંડિત જાતે જોખમ ખેડવા નિશ્ચય કર્યો. જરૂર મહારાજા મહાપદ્રને કોઈપણ જાતની કુળદેવીની સહાયતા હોવી જોઈએ તેવી દઢ માન્યતા તીણ બુદ્ધિશાળી પંડિત ચાણક્યની બંધાઈ ગઈ અને વેષ પરિવર્તન કરવામાં કુશળ એવા પંડિત ચાણકય, વીર રાજવી ચંદ્રગુપ્ત અને મહારાજા પર્વતની ત્રિપુટીએ પરિવ્રાજકનો વેષ ગ્રહણ કરી અજાણ્યા સંન્યાસી તરિકે ગુમ દ્વારથી પાટલિપુત્ર નગરમાં પ્રવેશ કર્યો. સમય પ્રભાતને હતે. મહારાજા મહાપદ્ધ, અમાત્ય અને અમલદાર વર્ગ સાથે મગધની પ્રજાને ઘણે ભાગ મગધની કુળદેવીના મંદિરે જ પ્રાર્થનામાં મશગુલ બન્યો હતો. આ સમયે ત્રણ મહાન પ્રભાવશાળી જટાધારી તાપસએ મંદિર નજદિક “ . ગ્રહો”ના શબ્દોચ્ચાર સાથે દેખાવ દીધો. આંધળાને ચક્ષુની જેટલી આવશ્યકતા રહે છે તેટલી જ આવશ્યક્તા મગધની પ્રજાને આ સમયે સદમાર્ગે દોરનારની હતી. મગધની કુળદેવીના મંદિરે એકત્રિત થએલ શ્રદ્ધાળુ અગ્રગણ્ય પ્રજાએ આ ત્રિપુટીને કુળદેવીએ પિતાની સહાય માટે જ મોકલી આપ્યા છે એવું માની આ વેષધારી તાપસોને માર્ગ બતાવવા પ્રાર્થના કરી. જ્યાં વિધિના જ લેખ નંદવશના વિનાશ માટે જ અને મૌર્ય સામ્રાજ્યની પુનઃ સ્થાપના માટે જ સર્જીત થયા હોય ત્યાં કુળદેવી પણ કઈ રીતે સહાયતા કરી શકે? પંડિત ચાણાક્યની વેષધારી ત્રિપુટીએ આ સમયે પરિવ્રાજક તરીકેનો પાઠ વચનસિદ્ધિ મહાત્મા તરિકે બરાબર ભજવ્યું અને પંડિત ચાણકયે અહિં ઢેગી યોગી તરીકેનું નાટક એવું સરસ ભજવ્યું કે જેથી તે સમયે મંદિરમાં હાજર રહેલ દરેક વ્યક્તિ કુળદેવીના બદલે આ ત્રિપુટીને જ તારણહાર તરીકે માનવા લાગી. લગભગ અર્ધો કલાક સુધી અનેક પ્રકારની પ્રાપંચિક ઈન્દ્રજાળની વિદ્યાઓ પંડિત ચાણક્યે કરી બતાવ્યા પછી એકદમ ગાઢ ધ્યાન દશામાં ઉતરી, સમાધિનો ત્યાગ કરી પિતાના શારીરિક અવયના ચેનચાળા, અંગમાં જાણે કેઈ મહાન દેવ ના આ હોય તેવી રીતે કરી બતાવી ધૂણવાપૂર્વક ધ્રુજતા ઊંચા અને બુલંદ અવાજે સહુને કહ્યું કે: “એ મૂર્ખ માનવીઓ ! આ કુળદેવી જ તમને આ સ્થિતિએ પહોંચાડી રહી છે. તેને ઉખેડી અહિંથી નગરની બહાર તળાવમાં ડુબાવી દે. તે કાર્ય કર્યા બાદ તરત જ તમને ગ્રહ દેવતા સહાય કરશે. દરવાજા બેલી તરત જ રણમેદાને પડવાથી તમને જય મળશે અને તમારા દુમને ઊભી પુછડીએ નાશી જશે. ” બસ આટલા જ શબ્દો અંધશ્રદ્ધાળુ દેવીભક્તો માટે પુરતા થઈ પડ્યા, અને હજુ તે તે ત્રિપુટી પિતાને પાઠ ભજવી ઊભી થાય ત્યારે પૂર્વે તે ઉદ્ધત યુવાનીઓએ મગધની ૨૫
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy