________________
પ્રકરણ ૧૮ મું.
પાટલિપુત્રનું પતન.
પંજાબની તક્ષશિલાને પિતાનું કેન્દ્રસ્થાન બનાવી પંજાબ પ્રદેશના ખૂણે ખૂણામાં વીર રાજવી અને તારણહાર તરિકે અપૂર્વ માન પામેલ ચંદ્રગુપ્ત ધીમે ધીમે પૂર્વના પ્રાંતે પર પિતાને કાબૂ મેળવવા પ્રદેશ છતત જીતતો ગંગા નદીના પટ ઉપર વન્યો કે
જ્યાં આગળના પાર્વાત્ય પ્રદેશ પર પર્વત નામના રાજાનું રાજ્ય હતું. તે પર્વત રાજાને મલયકેતુ નામે યુવાન રાજપુત્ર રાજ્યવહીવટમાં તેના અમાત્ય તરિકે મદદ કરતે. આ પર્વત રાજા પણ બહાદુર અને હિમાલયના પાર્વાત્ય પ્રદેશને અનુભવી, બળવાન અને પર્વતોની હારમાળામાંના રસ્તાઓને માહિતગાર તેમજ મજબૂત લશ્કર ધરાવનારો હતા. ઉપરાંત ચુનંદો તીરંદાજ હોવાનાં કારણે પંડિત ચાણકયે મગધ સર કરવામાં તેની સાથે સંધી કરી અને જે પ્રદેશ છતાય તેમાં તેને અર્ધા હિસ્સાની વહેંચણી કરી આપવાની કબુલાત આપી.
ચંદ્રગુપ્ત પાસે પણ યવન, કિરાત, કામ્બેજ અને પારસિક આદિનું સૈન્યબળ હતું. તેવી જ રીતે આ જાતિના લશ્કરના સેનાધિપતિઓ પણ પ્રેમથી ચંદ્રગુપ્તને સહાયક થયા હતા. આ પ્રમાણે બળવાન સન્યસામગ્રી સાથે પર્વત રાજાનું સૈન્યબળ મેળવી પંડિત ચાણકયે પાટલિપુત્ર (મગજ) ઉપર ચઢાઈ કરી અને પાટલિપુત્રને ઘેરવામાં તે બળવાન સૈન્યની મદદથી અને ફા. આ પ્રમાણે પંજાબથી માંડી પાટલિપુત્રને ઘેરે ઘાલતાં સુધીમાં વિર ચાણક્યને લગભગ ત્રણ વર્ષો લાગ્યાં.
શક્તિશાળી રાજા પર્વત સાથે તેને આધીન અન્ય રાજાઓ પિતાનાં લશ્કર સાથે ચંદ્રગુપ્તના સહાયક બન્યા હતા. પાટલિપુત્રને ઘેરો ઘણુ સમય સુધી ચાલુ રહે. કેઈપણ રીતે કિલ્લેબંધી તેડવા તેને સફળતા ન મળી ત્યારે તેમાં ચાણક્યને કાંઈક ભેદ દેખાયે. આ ભેદના સંશોધન માટે પંડિત ચાણકયે પ્રબળ પુરુષાર્થ આદર્યો