________________
પંડિત ચાણકય પરિસ્થિતિનો લાભ લે છે દરેકને ભારે થઈ પડી, કારણ તેમાં પ્રપંચ, દ્રોહ અને વીર રાજવીઓનાં જીવનની જોખમદારી સમાયેલી હતી. તેની સાથે ભારતની અણમોલ લક્ષમી અને વેપાર પરદેશમાં ઘસડાઈ જતાં. ભારત આ રીતે ચસાઈ જશે તો ભવિષ્યની પ્રજાનું શું થશે તે તેમની ચિંતાને વિષય થઈ પડ્યો. પરિણામે પરદેશી રાજસત્તાના તાબામાં રહેવા કરતાં ભારતીય વીરસત્તાનાં ખંડીયા બનવામાં તેઓએ પોતાની ગેરવતા માની.
- પંડિત ચાણક્ય પંજાબની તિક્ષશિલાની વિશ્વવિદ્યાલયને પ્રથમ પંક્તિને આદર્શ વિદ્યાર્થી હતો તેથી તેણે પોતાનું બચપણ પંજાબની તક્ષશિલાના વતની તરીકે ગાળ્યું હતું. તેમજ ત્યાં તે પિતાનું ઘરબાર જમાવી રહ્યા હતા, એટલે આ કાળે પણ તેનાં ઘરબાર, તેની પતિપરાયણ પત્ની તેમજ વયેવૃદ્ધ માતુશ્રી પણ તિક્ષશિલામાં જ હતાં. મહારાજા પોરસ જેવા વીર પ્રભાવશાળી રાજાના દગા ફટકાથી થએલ ખૂનના અંગે તેને પણ અત્યંત લાગી આવ્યું અને પોતે પંજાબ તક્ષશિલામાં આવી વાસ કર્યો. આવતાંની સાથે જ પિતાના હેતુની પૂર્તિ માટે રાજ્યખટપટમાં ગુંચવાયો. પંજાબ સાથે પશ્ચિમોત્તર પ્રાંતમાં તેણે વિજેતા શાહ સીકંદરના પ્રતિનિધિ ફિલીસ સામે માથું ઉંચકર્યું અને તેના લશ્કરમાં જ ભેદી વિભૂતિઓને મોકલી વીર મહારાજા પિરસના ખૂનનો બદલો નથી લીધો અને સેનાધિ. પતિ ફીલીસનું કઈ એક લશ્કરી સૈનિકના હાથે ઈ. સ. પૂર્વે ૩૨૫ માં ખન કરાવ્યું, એટલું જ નહિ પરંતુ શાહ સીકંદરના બે વીર સેનાધિપતિઓ એન્ટીગેન્સ અને સેલ્યુક્સ વચ્ચે તેણે યુક્તિપૂર્વક દ્રોહ ઉત્પન્ન કરાવ્યું. એટલે પશ્ચિમોત્તર પ્રદેશમાં ઇરાની રાજ્યસત્તા નધણિયાતા જેવી થઈ ગઈ. બે બિલાડીઓની લડાઈમાં જેવી રીતે વાંદર ફાવી જાય તેવી જ રીતે આ સેનાધિપતિઓ અને લશ્કરના દ્રોહમાં પંડિતે યુક્તિપૂર્વક ગુપ્ત જાસુસ દ્વારા સાથે આપો અને લશ્કરીબળને છિન્નભિન્ન કરી મૂકયું.
શાહ સીકંદરને આ બધી પરિસ્થિતિની માહિતી બાબીલેનમાં તેની મરણપથારીએ પડી, અને તે ભારત ઉપર વીરતાથી ફરી ચઢી આવે ત્યાર પૂર્વે તેના આત્માએ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો. આ વીર મેસેડોનીયન શહેનશાહનો સ્વર્ગવાસ ઈ. સ. પૂર્વે ૩ર૩ માં થયે.
આ બાજુ ફિલીપ્સના મરણ બાદ વીર સેનાપતિ એન્ટીગોન્સ અને સેલ્યુસ વચ્ચે ઈ. સ. પૂર્વે ૩૨૫ થી તે ૩૨૨ સુધીમાં ભયંકર યુદ્ધ ચાલુ થયું. આ લંબાણ યુધ્ધ બન્ને સરદારને પાયમાલ કર્યો, અને શાહ સીકંદરના વારસ તરીકે ગણાતા યુનિએસ, જે આ વખતે હિંદમાં હતું તેને સિંધની પેલી પાર નાસી છૂટવું પડ્યું. આ પરિસ્થિતિને લાભ પંડિત ચાણુકયે તરત જ ઉઠાવ્યો અને વીર રાજપુત્ર ચંદ્રગુપ્તની સરદારી નીચે પશ્ચિમોત્તર રાજાઓને નેતા બની પશ્ચિમોત્તર રાજાઓની સંપૂર્ણ સહાયતાદ્વારા ઈરાની રાજ્યસત્તાને છેદનભેદન કરવામાં તે સંપૂર્ણ સફળ થયે. આ પ્રમાણે પશ્ચિમોત્તર ભાગના પંજાબ અને તેના સીમાપ્રાંત ચંદ્રગુપ્તના અધિકારમાં આવ્યા અને પંજાબની રાજ્યગાદી ઈ. સ. પૂર્વે ૩૨૨ માં પ્રાપ્ત થઈ. પંજાબ સાથે પશ્ચિમોત્તર પ્રદેશના નૃપતિઓએ પોતાની સ્વતંત્રતા પાછી અપાવનાર ચંદ્રગુપ્તનું આધિપત્ય રાજીખુશીથી સ્વીકાર્યું.